સીઝફાયરનો ભંગ કરતા પાક.ને ભારતે આપ્યો જડબાતોડ જવાબ, ૩ સૈનિકો ઠાર

0
6

પૂંછ,તા.૨
પાકિસ્તાન દ્વારા વારંવાર કરવામાં આવી રહેલા સિઝફાયરનાં ઉલ્લંઘનનો ભારતીય સેનાએ જડબાતોડ જવાબ આપ્યો છે. જેમા પાકિસ્તાની સેનાના ત્રણ સૈનિકોના મોત થયા હતા. પાકિસ્તાની સેનાએ તેની પુષ્ઠી કરી છે. જા કે, ભારતીય સેનાના કહ્યા પ્રમાણે, સરહદની પેલે પાર સૈનિકોના મોત થયા છે, જે વાત પાકિસ્તાન છુપાઈ રહ્યું છે.
પાકિસ્તાન સેનાના મીડિયા વિભાગે મંગળવારે નિવેદન આપતા કહ્યું કે,રાવલકોટ સેક્ટરના રાકચકરીમાં ભારતે કરેલી કાર્યવાહીમાં તેમના ત્રણ જવાનોના મોત થયા છે. એક દિવસ પહેલા કાશ્મીરના પુંછમાં સીમાપારથી થયેલા ગોળીમાં બીએસએફનો એક જવાન પણ શહીદ થયો હતો. સાથે પાંચ વર્ષીય એક બાળકીનું પણ મોત થયું હતું. આ ઉપરાંત અન્ય ચાર લોકો પણ ઘાયલ થયા હતા.
બાલાકોટ એરસ્ટ્રાઈક બાદ જ પાકિસ્તાને સરહદ પર ગોળીબાર શરૂ કરી દીધો છે. તેઓ સતત સિઝફાયરનું ઉલ્લંઘન કરી રહ્યા છે. એવામાં સીમા પર પાકિસ્તાની સ્નાઈપર્સને જવાબ આપવા માટે ભારતે પણ સ્નાઈપર્સ તહેનાત કરી દીધા છે. એવા સ્થળો પર પણ યોજનાઓમાં ફેરફાર કરવામાં આવ્યો છે જ્યાં પાકિસ્તાની સૈનિકોને ભૌગોલિક સ્થિતીનો લાભ મળવાની શકીયતાઓ છે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY