ઉપલેટા: ગતરોજ ઉપલેટા શહેરના જુના પોરબંદર રોડ આવેલ નોબલ શૈક્ષણિક સંકુલ ખાતે ઉપલેટા શહેર તથા સમગ્ર તાલુકાની મેગા ચિત્ર સ્પર્ધાનું આયોજન નોબલહુડ શૈક્ષણિક સંકુલના સહયોગથી “આપણું ઉપલેટા” ગ્રુપ દ્વારા ક્લાગુરૂ રવિશંકર રાવળના માનમાં આયોજન કરવામાં આવ્યુ હતું. જે ઉપલેટા તથા આજુબાજુના તાલુકાઓના ઈતિહાસમાં આટલી સૌથી મોટી સંખ્યામાં ભાગ લેનાર હરીફોની સ્પર્ધા ગણવામાં આવે છે. આ સ્પર્ધામાં ૫૮૨ જેટલા બાળકોએ ભાગ લીધો હતો. જેમાં પ્રથમ વીજતાને ૫૦૦૦ રૂ., દ્રિતીય વિજેતાને ૩૦૦૦ રૂ. અને તૃતીય વિજેતાને ૧૦૦૦ રૂ. નું ઈનામ આપવામાં આવ્યું હતું. તેમજ ૪ થી ૧૦ નંબર માં વિજેતા થનારના બાળકોને ગિફટો આપવામાં આવી હતી. ૧૧ થી ૨૦ નંબરના વિજેતાઓને પ્રોત્સાહિત ઈનામો આપવામાં આવ્યા હતા. આ સ્પર્ધામાં જૂનાગઢના ૨૮ જેટલા બાળકોએ પણ ભાગ લીધો હતો. આ કાર્યક્રમમાં ઉપલેટાના ધારાસભ્ય લલિતભાઈ વસોયા, નગરપાલિકા પ્રમુખ દાનાભાઇ ચંદ્રવાડીયા, ઉપપ્રમુખ ધવલ માકડીયા, તાલુકા પંચાયત પ્રમુખ લાખાભાઈ ડાંગર, હરિભાઈ ઠૂંમર તેમજ સુધરાઈ સભ્યો અને પ્રતિષ્ઠિત આગેવાનોએ સ્પર્ધક બાળકોને પ્રોત્સાહિત કર્યા હતા.


રીપોર્ટર : દિનેશ ચંદ્રવાડીયા – ઉપલેટા 99792915987016006334
*જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે
*આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861


"વંદે માતરમ ,ભારત માતાકી જય"




