તલના લાડુ બનશે કડવા…સફેદ તલના દરમાં પ્રતિકિલોએ રૂ. ૪૦-૫૦નો વધારો

0
52

પુણે,તા.૨૫
મકરસંક્રાંતિ એટલે ઉતરાયણમાં તલના લાડુ-ચિક્કી બનાવવાની પ્રથા વર્ષોથી ચાલતી આવી છે અને તેની પાછળ અમુક વૈજ્ઞાનિક કારણો પણ છે, પરંતુ આ વર્ષે તલના લાડુ લોકો માટે કડવા સાબિત થઇ શકે છે. લાડુ બનાવવા માટે સામાન્ય રીતે ઉપયોગમાં લેવાતા સફેદ તલના દરમાં હાલમાં વધારો થયો છે. તલના ઉત્પાદનમાં થયેલા ઘટાડાને કારણે તેના દરમાં પ્રતિકિલોએ રૂ. ૪૦-૫૦નો વધારો થયો છે. માર્કેટમાં હાલમાં પ્રતિકિલોએ રૂ.૧૪૦-૧૫૦ અને રૂ. ૧૬૫-૧૭૦ના ભાવે તલ વેચાઇ રહ્યા છે.
ભારત સહિત ચીન, પાકિસ્તાન, કોરિયા, સુદાન, યુગાન્ડા, ઇથોપિયા, ટાંઝાનિયા, નાઇજિરિયા વગેરે દેશોમાં તલનું ઉત્પાદન થાય છે. ૨૦૧૭-૧૮માં વિશ્ર્વભરમાં તલનું ઉત્પાદન ૨૧ લાખ મેટ્રિક ટન જેટલું થયું હતું, જ્યારે ૨૦૧૮-૧૯માં તેમાં વધારો થઇને આંકડો ૨૪,૭૭,૦૦૦ મેટ્રિક ટન પર પહોંચ્યો હતો, પરંતુ નવેમ્બર મહિનામાં તલના ઉત્પાદનમાં ઘટાડો થવાને કારણે પ્રતિકિલોએ દર રૂ. ૧૭૯-૧૮૦ સુધી પહોંચ્યા હતા.

 

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY