દેવળિયા નજીક વાડીમાં પાંચ શખ્શો ધસી આવ્યા, યુવાન પર કર્યો હિચકારો હુમલો

0
113

મોરબી,
તા.૧૫/૦૩/૨૦૧૮

મોરબી પંથકમાં લૂંટ, મારામારી અને હત્યા જેવા ગંભીર અપરાધો સામાન્ય બની ગયા છે અને અસામાજિક તત્વોને કાયદાનો ડર રહ્યો ના હોય તેમ આવારા તત્વો આતંક મચાવતા હોય છે ત્યારે હળવદ નજીકની એક વાડીમાં ફિલ્મી ઢબે કારમાં આવીને પાંચ શખ્શોએ યુવાન પર હિચકારો હુમલો કરી દીધો હતો અને યુવાનને ઢોર માર મારી નાસી ગયા હતા.

હળવદના દેવળિયા ગામના વતની જીજ્ઞેશ ઘનશ્યામભાઈ વરમોરા નામના યુવાન સાંજના સમયે પોતાની વાડીમાં હતો, ત્યારે કારમાં સવાર પાંચ શખ્શો ઘસી આવ્યા હતા અને યુવાન કાંઈ સમજે કે વિચારે તે પૂર્વે જ લોખંડનો પાઈપ અને લાકડીથી યુવાન પર હુમલો કરી દીધો હતો. યુવાનને લાકડી અને લોખંડના પાઈપ ઝીંકી બંને હાથ અને પગમાં ગંભીર ઈજાઓ પહોંચાડી યુવાનને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. જે હુમલામાં ઘવાયેલા યુવાનને ઈજાગ્રસ્ત હાલતમાં મોરબીની ખાનગી હોસ્પટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો અને ઈજાગ્રસ્ત યુવાન જીજ્ઞેશ વરમોરા નામના યુવાને પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી કે તેના ગામનો રહેવાસી હિતેશ ભોરણીયા અને બીજા ચાર અજાણ્યા શખ્શોએ ફરિયાદીના ભાઈ સાથે અગાઉની પૈસાની લેતીદેતી મામલે બોલાચાલી કરી ગાળો આપી ઢોરમાર માર્યો છે. તેમજ ઝપાઝપીમાં યુવાનનો મોબાઈલ પડી ગયો હતો. હળવદ પોલીસે યુવાનની ફરિયાદને પગલે આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે તેમજ ઈજાગ્રસ્ત યુવાનને સારવાર આપવામાં આવી રહી છે.

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY