પૂર્વ કચ્છ એલ.સી.બી.એ ગાંધીધામના ગળપાદર નજીકથી વિદેશી દારૂ ઝડપાયો

0
287

ગાંધીધામઃ પૂર્વ કચ્છ લોકલ ક્રાઈમ બ્રાન્ચે અંજારના ગળપાદર નજીક રાજસ્થાન પાસીંગની એક ટ્રકમાંથી 19.50 લાખ રૂપિયાની કિંમતનો વિદેશી દારૂનો જથ્થો જપ્ત કર્યો છે.

શરાબનો જથ્થો ઘાસ નીચે છૂપાવીને લાવવામાં આવી રહ્યો હતો. પોલીસની પ્રાથમિક પૂછપરછમાં ટ્રક ડ્રાઈવર રામનારાયણ હરચંદરાય બિશ્નોઈએ શરાબનો જથ્થો મુંદરાના વવાર ગામના બૂટલેગર જખુભા ઊર્ફે જયેશ સામતભા ગઢવીએ મગાવ્યો હોવાનું કબૂલ્યું છે.

બાતમીના આધારે એલસીબીએ વૉચ ગોઠવી આ ટ્રક ઝડપી પાડી હતી. પોલીસે 19.50 લાખનો શરાબ, 10 લાખની કિંમતની ટ્રક અને એક હજાર રૂપિયાની કિંમતના મોબાઈલ ફોન વગેરે મુદ્દામાલ કબ્જે કર્યો છે.

ભુજના એક બૂટલેગરના જામીનના કેસ સંદર્ભે તાજેતરમાં ગુજરાત હાઈકૉર્ટે નારાજગી વ્યક્ત કરી જણાવ્યું હતું કે, શરાબના કેસમાં બૂટલેગરોને છાવરવા પોલીસ ‘બીબાંઢાળ ફરિયાદો’ નોંધે છે. જેનાં પગલે રાજ્યના પોલીસ વડા શિવાનંદ ઝાએ પાંચ લાખથી વધુ રુપિયાની કિંમતનો શરાબનો જથ્થો ઝડપાય તેવા કિસ્સામાં રેન્જ આઈજી અથવા જોઈન્ટ પોલીસ કમિશનર કક્ષાના અધિકારીઓ તપાસ કરશે તેવો નિર્ણય કર્યો છે. દારૂ કયા રાજ્યમાંથી કયા રૂટ પર લવાયો, જે વાહનમાં દારૂ લવાયો તે કોની માલિકીનું છે, દારૂ ખરીદવા માટે નાણાં કોણે ચૂકવ્યાં વગેરે સહિતના મુદ્દે તપાસ કરાશે. રાજ્ય પોલીસ વડાના હુકમના પગલે આ કેસની તપાસ રેન્જ આઈજી કરે તેવી શક્યતા છે.

 

રિપોર્ટર ગૌતમ બુચિયા
ભુજ-કચ્છ
મો.૯૭૧૪૦૬૫૪૦૫

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY