પૂર્વોતર: હાલત સુધરવાના સંકેતો

0
106

પૂર્વોતરના રાજ્યોમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતી સતત સુધરી રહી છે. આના સંકેત પણ મળવા લાગી ગયા છે. હાલમાં જ મેઘાયલ અને અરૂણાચલ પ્રદેશના કેટલાક વિસ્તારોમાંથી આફસ્પાને દુર કરવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો. જેનુ પૂર્વોતરમાં સામાન્ય રીતે સ્વાગત કરવામાં આવ્યુ છે. આ વિસ્તારોની જમીની વાસ્તવિકતા એ છે કે છેલ્લા કેટલાક વર્ષોમાં સશ† જુથોની ગતિવિધીમાં ભારે બ્રેક મુકાઇ છે. ગેરકાયદે ટેક્સ વસુલ કરવા અને નવા લોકોની ભરતી કરવાનુ કામ લગભગ પૂર્ણ કરી લેવામાં આવ્યુ છે. હિંસક ઘટનાઓ પણ હવે ક્યારેક જ બની રહી છે. સશ† ગતિવિધી ફરી માથુ ઉંચકી શકે છે તેવી દહેશત પણ નહીંવત જેવી છે. આઇએસઆઇ તથા અન્ય બહારના ત્રાસવાદી સંગઠનોની સંડોવણી પણ ખુબ ઓછી થઇ ગઇ છે. સશ† બળો માટે પણ આ બાબતનુ ધ્યાન રાખવાની જરૂર છે કે કાયદાના અમલીકરણ પર કોઇ કલંક ન લાગે. જા તેઓ દોષિત જાહેર થાય તો તેમની સામે કાર્યવાહી થવી જાઇએ. આ વાસ્તવિકતા છે કે લોકોને પોતાના ભાવિના સંબંધમાં નિર્ણય કરવાની સત્તા હોવી જાઇએ તેમને અધિકાર હોવા જાઇએ. દેશના પ્રથમ રાષ્ટ્રપતિ ડોક્ટર રાજેન્દ્ર પ્રસાદે ૨૨મી મે ૧૯૫૮ના દિવસે સશ† બળ (આસામ અને મણિપુર) વિશેષ શÂક્ત વટહુકમ ૧૯૫૮ જારી કર્યુ હતુ. તત્કાલીન અસામના નાગા હિલ્સ જિલ્લાના નાગા બળવાખોરો દ્વારા ભારતથી અલગ થવાની માંગ કરવામાં આવી રહી હતી જેના કારણે આને લાવવાનો નિર્ણય કરાયો હતો. ૧૧મી સપ્ટેમ્બર ૧૯૫૮ના દિવસે સંસદમાંથી પસાર થઇને આને વટહુકમનુ સ્વરૂપ અપાયુ હતુ. મોડેથી આનો અધિકાર ક્ષેત્ર પૂર્વોતરના સાત રાજ્યો સુધી વધારી દેવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો. હવે તે વટહુકમ સશ† બળ ખાસ શક્તિ વટહુકમ ૧૯૫૮ તરીકે ગણાય છે. જેનુ ટુંકમાં નામ અફસ્પા છે. જે હિસ્સામાં હજુ પણ આ અફસ્પા લાગુ છે તેમાં નાગાલેન્ડ, અસામ, મણિપુર ( ઇમ્ફાલના સાત વિધાનસભા ક્ષેત્રને બાદ કરતા)અને અરૂણાચલ પ્રદેશના કેટલાક વિસ્તારનો સમાવેશ થાય છે. મણિપુરમાં હજુ કેટલાક લોકો અફસ્પાને દુર કરવાની માંગ કરી રહ્યા છે.
ઇરોમ શર્મિલા આમાંથી એક હતા. સરકાર અને સંબંધિત વિભાગ કાયદાને યોગ્ય રીતે અમલી કરે અને સાથે સાથે નાગરિકોના અધિકારનો કોઇ ભંગ ન થાય તેની ખાતરી કરવાનો પણ સમય છે. કાયદાને લઇને કોઇ બાંધછોડ કરવી જાઇએ નહી. આને લઇને ઉદાસીનતા રાખવાની બાબત જાખમી હોઇ શકે છે. તમામ લોકો સારી રીતે જાણે છે કે ૨૩મી એપ્રિલના દિવસે ગૃહમંત્રાલય દ્વારા મેઘાલયમાંથી વિવાદાસ્પદ આર્મ્ડ ફોર્સ સ્પેશિયલ પાવર એક્ટ (એએફએસપીએ)ને સંપૂર્ણપણે દૂર કરવાનો નિર્ણય કરાયો હતો. અરુણાચલ પ્રદેશના કેટલાક ભાગોમાંથી પણ આ એક્ટને દૂર કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. સપ્ટેમ્બર ૨૦૧૭ સુધી મેઘાલયના ૪૦ ટકા ક્ષેત્રમાં અફસ્પા અમલી હતો. ગૃહ મંત્રાલય દ્વારા નિવેદન જારી કરીને કહેવામાં આવ્યું છે કે, રાજ્ય સરકાર સાથે હાલમાં થયેલી વાતચીત બાદ મેઘાલયમાંથી અફસ્પાને સંપૂર્ણપણે દૂર કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. આ રીતે અફસ્પા હવે અરુણાચલ પ્રદેશના માત્ર આઠ પોલીસ સ્ટેશનમાં અમલી છે જ્યારે ૨૦૧૭માં આ ૧૬ પોલીસ સ્ટેશનોમાં અમલી હતો. એક અન્ય નિર્ણયમાં ગૃહમંત્રાલયે પૂર્વોત્તરમાં બળવાખોરો માટે આત્મસમર્પણ અને પુનર્વસવાટ નીતિ હેઠળ મદદની રકમ એક લાખ રૂપિયાથી વધારીને ચાર લાખ રૂપિયા કરી દીધી છે. આ નીતિ પહેલી એપ્રિલ ૨૦૧૮થી અમલી કરી દેવામાં આવી છે. આની સાથે સાથે સરકારે વિદેશી નાગરિકો માટે યાત્રાને લઇને પણ મોટો નિર્ણય કર્યો છે. સરકારે મણિપુર, મિઝોરમ અને નાગાલેન્ડ જનાર વિદેશીઓ માટે પ્રતિબંધિત ક્ષેત્રના પરમિટ અને સંરક્ષકિત ક્ષેત્રમા પરમિટમાં રાહત આપ છે. અલબત્ત આ પ્રતિબંધ કેટલાક દેશો માટે અમલી રહેશે જેમાં પાકિસ્તાન, અફઘાનિસ્તાન અને ચીનનો સમાવેશ થાય છે. છેલ્લા ચાર વર્ષના ગાળામાં બળવાખોરો સાથે સંબંધિત ઘટનાઓમાં ૬૩ ટકાનો ઘટાડો થયો છે. ગૃહમંત્રાલયે પોતાના નિવેદનમાં કહ્યું છે કે, ૨૦૧૭માં નાગરિકોના મોતમાં ૮૩ ટકા સુધીનો અને સુરક્ષા દળોના મોતના આંકડામાં ૪૦ ટકાનો ઘટાડો થયો છે. આર્મ્સ ફોર્સ સ્પેશિયલ પાવર એક્ટ સેનાને જમ્મુ કાશ્મીર અને પૂર્વોત્તરના વિવાદાસ્પદ વિસ્તારમાં સુરક્ષા દળોને ખાસ અધિકારો આપે છે. આ એક્ટને લઇને ભારે વિવાદ થઇ ગયો છે. આના દુરુપયોગનો આક્ષેપ કરીને તેને દૂર કરવાની માંગ સતત થતી રહી છે…

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY