આંગડિયાના કર્મીને ધક્કો મારી ૨૫.૯૪ લાખની લૂંટમાં ૨ની ધરપકડ

0
20

રાજકોટ,
તા.૧/૫/૨૦૧૮

૨૪ એપ્રિલે મોડી રાત્રે લીમડા ચોકમાં આંગડિયા પેઢીના બે કર્મચારીમાંથી એકને બસમાં ચડતી વખતે ધક્કો મારીને ચાર શખ્સો રૂપિયા ૨૫.૯૪ લાખની મત્તાના હીરા અને સોનાના દાગીના લૂંટી ફરાર થઈ ગયા હતા. સોરઠિયા વાડી નજીક પવનપુત્ર ચોકમાં આવેલી અક્ષર આંગડિયા પેઢીના બે કર્મચારી બાબુજી ઠાકોર (ચાણસ્મા, તા.પાટણ) અને હરેશકુમાર પટેલ સુરત મોકલવાનો રૂપિયા ૨૫.૯૪ લાખનો પેઢીનો મુદ્દામાલ લઈને લીમડા ચોક જવા રવાના થયા હતા. બન્ને કર્મચારી લીમડા ચોક પહોંચ્યા બાદ બાબુજી ઠાકોર હાથમાં થેલો લઈને શાસ્ત્રી મેદાનમાં પટેલ ટ્રાવેલ્સની બસમાં જવા માટે રવાના થયા હતા. ત્યારે બાબુજી ઠાકોરને ધક્કો મારીને માત્ર ૫ સેકન્ડની અંદર જ લૂંટારૂઓ ફરાર થયા હતા. ક્રાઇમ બ્રાન્ચે કુલ મુદામાલ સાથે બે આરોપીની ધરપકડ કરી છે.

૨૪ એપ્રિલે લીમડા ચોકમાં ભાવેશ ઉર્ફે ભૂરો ધનજીભાઇ સરવૈયા અને મુસ્તાક ઉર્ફે મુસો મહમદભાઇ પાયકે આંગડિયા પેઢીના કર્મચારી બાબુજી ઠાકોરને બોથડ પદાર્થથી ધક્કો મારી ઇજા પહોંચાડી તેની પાસે રહેલા હિરા અને દાગીના ભરેલો થેલો લૂંટી ફરાર થઇ ગયા હતા. બન્નેએ આ કામને અંજામ આપતા પહેલા ત્રણ-ચાર વખત રેકી કરી હતી.

બન્ને પાસેથી પોલીસે રિયલ ડાયમંડ તથા સોનાના દાગીના કિંમત ૨૫,૯૦૦૦૦, બે હિરો હોન્ડા કિંમત ૪૫૦૦૦, ૩૯૦૦ રોકડ રકમ અને ૫૦૦૦ના બે મોબાઇલ સહિત ૨૬,૫૩૯૦૦નો મુદામાલ કબ્જે કર્યો હતો. ભાવેશ અગાઉ ૨૦૧૨માં રાજુલા પોલીસ સ્ટેશનમાં મારામારીના ગુનામાં તથા ભાવનગર જિલ્લાના મહુવા પોલીસ સ્ટેશનમાં બળાત્કારના ગુનામાં સંડોવાયેલો છે. તેમજ મુસ્તાક ૨૦ દિવસ પહેલા ભાવનગર જિલ્લાના મહુવા પોલીસ સ્ટેશનમાં વાહન ચોરીના ગુનામાં તથા ત્રણ વર્ષ પહેલા રાજુલા પોલીસ સ્ટેશનમાં એક્સડન્ટના ગુનામાં સંડોવાયેલો છે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY