એક બાજુ ચોકીદાર છે ને બીજી બાજુ ચોરોની જમાત : વિજય રૂપાણી

0
8

રાધનપુર,તા.૭
મુખ્યમંત્રી વિજય રૂપાણીએ રાધનપુરમાં જાહેર સભા યોજી હતી. અહીં તેમણે કોંગ્રેસ પર આકરા પ્રહારો કર્યા હતાં. વિજય ભાઈ રૂપાણીએ કહ્યું હતું કે, કોંગ્રેસ સત્તા માટે તડફડીયા મારી રહી છે. સાથે જ કોંગ્રેસે આખુ કાશ્મીર આતંકવાદીઓના હવાલે કરી દીધું હોવાનો પણ સનસનાટીપૂર્ણ આરોપ લગાવ્યો હતો.
પાટણના રાધનપુરમાં શિશુ મંદિર મેદાનમાં ચૂંટણીને લઈને વિજય રૂપાણીએ જાહેર સભા સંબોધી હતી. અહીં તેમણે કોંગ્રેસ પર બરાબરના ચાબખા મારતા કહ્યું હતું કે, ચૂંટણીના પડઘમ વાગી ચુક્વ્યા છે. આ દેશ કોના હાથ માં સલામત, કોણ આ દેશની રક્ષા કરશે, ત્યારે આ દેશનો વડાપ્રધાન ૫૬ની છાતી વાળો જોઈએ છે કે ડરપોક. આ વખત ની ચૂંટણી ચોર અને ચોકીદાર વચ્ચેની ચૂંટણી છે.
આ દેશની કરવેરાની તિજારીને પંજા લૂંટી ન જાય ,ગરીબો માટેની યોજના પહોંચે તે માટે હું ચોકી કરું છું ત્યારે એક તરફ ચોકીદાર છે ને બીજી તરફ ચોરોની જમાત છે. મિલાવટ વાળા ભેગા થયા છે. તેમનું સૂત્ર છે ‘મોદી હટાઓ’ જ્યારે આપણું સૂત્ર ‘ભ્રષ્ટાચાર હટાઓ’ છે ત્યારે મતદારોને નિર્ણય કરવાનો છે.
તેમણે જણાવ્યું હતું કે, આ વખતની ચૂંટણી એક તરફ રાષ્ટ્રવાદ બીજી તરફ પરિવારવાદ. રાષ્ટ્રવાદી લોકો ઈચ્છે છે કે, ભારત માતા શકિતશાળી બને. આ દેશની સત્તા ગાંધી પરિવાર સિવાય કોઈ ના રાખી શકે તેવી પરિવારવાદ માનસિકતા ધરાવે છે. અડવાણીની ચિંતા અમે કરીશું, તમારી ટીકા સોસીયલ મીડિયામાં થાય છે તેનાથી અમને શરમ આવે છે.
રાધનપુરની જનતાએ વધુ સજોગ બનવાની જરૂર છે, કારણ કે આ વિસ્તાર સરહદી વિસ્તાર છે. અહીંયા ૫૬ની છાતી વાળો જોઈએ છે જેથી કોઈ સરહદ પર નજર ના કરી શકે. ગરીબો ની ચિંતા અમે કરીએ છીએ. જન ધન યોજના ,ઉજ્જવાલા યોજના, સૌચાલયની યોજના, આવાસ યોજના, આયુષમાન યોજના આ તમામ યોજના ગરીબો માટે બનાવી છે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY