હળવદની રાધે ઓઈલ મીલમાં હળવદ મામલતદાર અને ફુડ એન્ડ ડ્રગ્સના દરોડા

0
29

૮૩ ડિસ્કો તેલના તબ્બા જપ્ત કરાયા ઃ ડિસ્કો તેલનો વેપલો કરતા તત્વોમાં ફફડાટ

આજરોજ મોડી સાંજના હળવદ- કોયબા રોડ પર આવેલ કિસાન વેરહાઉસના ગોડાઉન વિસ્તારમાં રાધે ઓઈલ મીલમાં ડિસ્કો તેલનું પેકીંગ થતું હોવાની ચોક્કસ બાતમીના આધારે જિલ્લા કલેકટરની સુચનાથી જિલ્લા ફુડ એન્ડ ડ્રગ્સ વિભાગ અને હળવદ મામલતદારની ટીમે રાધે મીલ ઓઈલ મીલમાં દરોડો પાડતા ડિસ્કો તેલનું પેકીંગ કરતા તત્વોમાં ભારે ફફડાટ વ્યાપી ગયો હતો.મામલતદાર અને ફુડ એન્ડ ડ્રગ્સ વિભાગે ૮૩ ડબ્બા ડિસ્કો તેલના જપ્ત કરી ધોરણસરની કાર્યવાહી કરવામાં આવી રહી છે.
દિવાળીના ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે માત્ર બે પૈસાની લાલચે લોકોનું આરોગ્ય જાખમાય તેવા તેલનો વેપલો કરતા તત્વો મેદાને પડયા છે. તેવામાં આજરોજ મોડી સાંજના હળવદ – કોયબા રોડ પર આવેલ કિસાન વેર હાઉસની પાછળ રાધે ઓઈલ મીલમાં ડિસ્કો તેલના ડબ્બા પેકીંગ થતા હોવાની ચોક્કસ બાતમીના મળતા જિલ્લા કલેકટર આર.જે.માકડીયાની સુચના મુજબ હળવદ મામલતદાર વી.કે. સોલંકી, જિલ્લા ફુડ એન્ડ ડ્રગ્સના અધિકારી શ્રી નાંઢા સહિતના સ્ટાફે રાધે ઓઈલ મીલમાં દરોડો પાડી ૮૩ ડિસ્કો તેલના ડબ્બા જપ્ત કરી કાર્યવાહી હાથ ધરાઈ રહી છે.
હળવદ પંથકમાં છાનાખુણે ચાલતા ડિસ્કો તેલના વેપલા પર તંત્ર દ્વારા ઠોસ કાર્યવાહી કરવામાં આવે તો અનેક તત્વોનો ભાંડો ફુટે તેમ છે. જાકે આજે હાથ ધરાયેલ કામગીરીથી કેટલાય તેલ વેપલાના તત્વો પર રીતસરનો ફફડાટ ફેલાયો છે.

મયુર રાવલ હળવદ
મો 9909458555

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજે જ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861*

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY