કોંગ્રેસ પ્રવક્તા શેરગીલે અંબાણીની કંપની પર ગોટાળાનો આરોપ મૂક્યો હતો
ન્યુ દિલ્હી,તા.૨૨
લડાકુ વિમાન રાફેલ ડીલ મુદે અનિલ અંબાણી પર આરોપ લગાવનાર કોંગ્રેસને કાયદાકીય નોટિસ મોકલવામાં આવી છે. નોટિસમાં કોંગ્રેસને ધ્યાન રાખીને નિવેદન આપવાની ચેતવણી આપવામાં આવી છે. કોંગ્રેસ પ્રવક્તા જયવીર શેરગીલે અનિલ અંબાણીની કંપની પર ડીલમાં ગોટાળો કર્યો હોવાનો આરોપ લગાવ્યો હતો.
જેથી અનિલ અંબાણીએ જયવીર શેરગીલને ધ્યાન રાખીને નિવેદન બાજી કરવા જણાવ્યું છે. આ મામલે અનિલ અંબાણીએ કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીને પત્ર લખીને રાફેલ ડીલ મામલે જાણકારી આપી હતી. અનિલ અંબાણીએ પત્રમાં જણાવ્યુ કે, કોંગ્રેસને ખોટી માહિતી આપીને ભટકાવવામાં આવી છે.
મહત્વનું છે કે, રાહુલ ગાંધીનો આરોપ છે કે, એડીએજીને લડાકુ વિમાન નિર્માણનો કોઈ અનુભવ ન હોવાના છતા ૪૫ હજાર કરોડનો ફાયદો કરાવવામાં આવ્યો છે. જોકે કોંગ્રેસના આરોપ ભાજપે ફગાવ્યા છે.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે



"વંદે માતરમ ,ભારત માતાકી જય"





