નાના વેપારીઓને દર મહિને રિટર્ન ફાઈલ કરવાની સમસ્યામાંથી મુક્ત મળશે

0
163

ન્યુ દિલ્હી,
તા.૨૬/૦૩/૨૦૧૮

સતત છ મહિના દરમિયાન શૂન્ય કર જવાબદારી ધરાવતા વેપારીઓને વર્ષમાં માત્ર બે વખત જ રિટર્ન ફાઇલ કરવા પડે તે અંગેની દરખાસ્તને જીએસટી કાઉન્સલ ટૂંક સમયમાં મંજૂરી આપશે. આ નિર્ણય અમલી બનતાં જ નાના કારોબારીઓને દર મહિને રિટર્ન ફાઇલ કરવાની સમસ્યામાંથી મુકિત મળશે.

તાજેતરમાં આંકડા અનુસાર જીએસટી હેઠળ ભરાતાં કુલ રિટર્નમાંથી આશરે ૪૦ ટકામાં કરની જવાબદારી શૂન્ય હોય છે. રિટર્ન ફાઇલિંગની પ્રક્રિયાને સરળ બનાવવાની કામગીરી પૂર્ણ થયા બાદ આવા કારોબારને માસિક ધોરણે રિટર્ન ફાઇલ કરવાની ઝંઝટમાંથી મુકિત મળશે. નાણામંત્રી અરુણ જેટલી અને રાયોના નાણામંત્રીઓની બનેલી રિટર્ન કોમ્ર્‌સને સરળ બનાવવાની અંગેની દરખાસ્ત પર વિચારણા કરશે. મહેસૂલ વિભાગ દ્રારા તૈયાર કરાયેલી દરખાસ્ત અનુસાર રિટર્ન ફાઇલિંગની તારીખને વિવિધ તબકકામાં વહેંચી દેવાશે.

વાર્ષિક રૂ.૧.પ કરોડ સુધીનું ટર્નઓવર ધરાવતા બિઝનેસે આગામી મહિનાની ૧૦ તારીખ સુધીમાં રિટર્ન ફાઇલ કરવાનું રહેશે જયારે અન્ય બિઝનેસ ર૦ તારીખ સુધીમાં રિટર્ન ફાઇલ કરી શકશે. નાના અને મોટા કરદાતાઓ દ્રારા જીએસટી હેઠળ વર્ષમાં ૧ર રિટર્ન ફાઇલ કરવા પડે છે. ૧ જુલાઇના રોજ જીએસટીના અમલીકરણ બાદ કારોબારો માટે માસિક ત્રણ રિટર્ન અને વાર્ષિક એક રિટર્ન ફાઇલ સહિત કુલ ૩૭ રિટર્ન ફાઇલ કરવાનું ફરજિયાત બનાવાયું હતું. જાકે ફાઇલિંગ પ્રક્રિયાની જટિલતા અને જીએસટી નેટવર્ક સિસ્ટમની સમસ્યાઓની ફરિયાદને પગલે જીએસટી કાઉન્સલે રિટર્ન ફાઇલિંગની પ્રક્રિયાને સરળ બનાવવા એક કમિટીની રચના કરી હતી. અધિકારીએ વધુમાં જણાવ્યું હતું કે રિટર્ન ફાઇલિંગની અંતિમ તારીખ બાદ કારોબારોને તેમના રિટર્નમાં સુધારા કરવા માટે ત્રણ મહિનાનો સમય અપાશે. ત્યાર બાદ સપ્લાયર્સ ટેકસ પેઇડ ઇનવોઇસ સાથે ઇનપુટ ટેકસ ક્રેડિટને સાંકળવામાં આવશે.

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. +91 9978406923

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY