રઘુકુળ માર્કેટના ચાર વેપારીઅો સાથે રૂ.૬૧.૬૨ લાખની છેતરપિંડી ઠગાઈ કરનાર ત્રિપુટી વિરૂદ્ધ પોલીસ ફરિયાદ

0
7

સુરત, તા.૫

રીંગરોડ પર આવેલ રૂદ્રા ટેક્ષ ટાઇલ રઘુકુલ ટેક્ષટાઇલ માર્કેટના ચાર વેપારી સાથે રૂ. ૬૧.૬૩લાખની ઠગાઈ થઇ છે આ તમામ વેપારી પાસે ઠગ ત્રિપુટી સાડીઓ પર એમ્બ્રોડરી જોબવર્ક કરવી ફરાર થઇ ગઈ છે
પોલીસ સુત્રોના જણાવ્યા અનુસાર પુણાગામ, યોગીચોક, ભાવના પાર્ક સોસાયટીમાં રહેતા અલ્પેશભાઇ દુલાભાઇ વૈષ્ણવ સાડીઓ પર લેસપટ્ટી લગાવવાનું કામ કરે છે આરોપી સંજય સુરેન્દ્રશર્મા (રહે બી/૧૧ ભાગ્યલક્ષ્મી સોસાયટી વિ-૧ પીપલોદ સુરત), હિતેશ કાનજીભાઇ વઘાસીયા (રહે ૪૩ આસોપાલવ સોસાયટી હોજીવાલા ઇન્ડસ્ટ્રીઝ એસ્ટેટ સચીન) તથા ગીરીશભાઇ કાનજીભાઇ વઘાસીયા (રહે ૪૩ આસોપાલવ સોસાયટી હોજીવાલા ઇન્ડસ્ટ્રીઝ એસ્ટેટ સચીન)એ અલ્પેશભાઇ વૈષ્ણવ પાસે કુલ્લે રૂ. ૨,૧૧,૨૨૯નુ લેશ ફીટીંગની મજુરીનુ કામ કરાવ્યું હતું અને બાદમાં પેમેન્ટ ચુકવ્યું ન હતું આજ રીતે અન્ય ત્રણ વેપારીઓ પાસે પણ કુલ્લે રૂ! ૬૧,૬૩,૬૪૪ એમ્બ્રોડરી જોબવર્ક કરવી પેમેન્ટ ચૂકવવાનો વારો આવતા પલાયન થઇ ગયા હતા ઠગાઈના બનાવ અંગે અલ્પેશભાઇ વૈષ્ણવએ સલાબતપુરા પોલીસ મથકમાં ફરિયાદ નોધાવતા પોલીસે કાયદેસરની કાર્યવાહી સાથે વધુ તપાસ શરૂ કરી હતી

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY