લંડન,તા.૨૫
કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી આ દિવસોમાં વિદેશ યાત્રા પર છે, જ્યાં તેઓ વિવિધ સાર્વજનિક કાર્યક્રમોમાં ભાગ લઇ રહ્યા છે. આ કાર્યક્રમો મારફતે તેઓ સતત મોદી સરકાર પર પ્રહારો કરી રહ્યા છે. શુક્રવારે લંડનના ઇન્ટરનેશનલ ઇન્સ્ટીટયૂટ ઓફ સ્ટ્રેટજીક સ્ટડીઝમાં આયોજીત કાર્યક્રમમાં તેમણે જણાવ્યું કે, ૨૦૧૪ની ચૂંટણીમાં હારનો સામનો કર્યા બાદ પાર્ટીએ પાઠ શીખ્યો છે. આ દરિમયાન રાહુલે સ્વીકાર કર્યો કે, ૧૦ વર્ષ સુધી સત્તા પર રહ્યા બાદ કોંગ્રેસમાં અહંકાર આવી ગયો હતો.
રાહુલે આશા જતાવી છે કે આવનારી ચૂંટણી અત્યંત રસપ્રદ હશે. ત્યાંજ ૨૦૧૯ની ચૂંટણી પહેલા વિપક્ષી દળો સાથે ગઠબંધન ઉપર પણ રાહુલે એક મહત્વનું નિવેદન આપ્યું છે. રાહુલે જણાવ્યું કે, ૨૦૧૯ની ચૂંટણીમાં જા ઉત્તર પ્રદેશમાં વિપક્ષ એકસાથે થશે તો ભાજપને ૫ બેઠક પર પણ જીત હાંસિલ થશે નહિં. કેન્દ્ર સરકાર પર પ્રહાર કરતા રાહુલે જણાવ્યું કે, ભારત રોજગારી આપીને જ આગળ વધી શકે છે, પરંતુ ભારતમાં બેરોજગારીનું પ્રમાણ અત્યંત વધુ છે.
ત્યાંજ રાફેલ મુદ્દા પર પીએમ મોદી પર પ્રહાર કરતા તેમણે જણાવ્યું કે, મોદીએ એક બિઝનેસમેનનો પક્ષ લીધો છે, જેની પાસે વિમાન ઉત્પાદનનો કોઇ અનુભવ નથી તેને લાભ પહોંચાડવા માટે કરારમાં ફેરફાર કરાયો છે.
આ અગાઉ રાહુલે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ(આરએસએસ)ની સરખામણી અરબ દેશોનાં મુસ્લિમ બ્રધરહુડ સાથે કરતા જણાવ્યું કે, ભારતમાં આ પ્રથમ વાર થઇ રહ્યું છે કે જ્યારે સંસ્થાઓ પર કબજા કરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. રાહુલનાં આ નિવેદન પર ભાજપે તીખો પ્રતિકાર આપતા જણાવ્યું હતું કે રાહુલ આ વિશે માફી માંગે.
(જી.એન.એસ.)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે



"વંદે માતરમ ,ભારત માતાકી જય"




