નવીદિલ્હી, તા. ૨૨
રાજસ્થાન સહિત જુદા જુદા રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણી અને ત્યારબાદ લોકસભાની ચૂંટણીમાં રાહુલ ગાંધીના ચોકીદાર હી ચોર હૈના નિવેદનને લઇને લાભ ઉઠાવવા માટે ભાજપે રણનીતિ તૈયાર કરી લીધી છે. રાહુલ ગાંધીએ હાલમાં વારંવાર આ મુદ્દા ઉપર નિવેદન કરી રહ્યા છે અને ચોકીદાર ચોર હોવાની વાત કરી રહ્યા છે. આવી સ્થતિમાં રાહુલ ગાંધી પોતે મુશ્કેલીમાં ફસાય જાય તેવા સંકેત દેખાઈ રહ્યા છે. ભાજપે કોંગ્રેસની સામે જ આનો ઉપયોગ કરવા માટે તૈયારી કરી લીધી છે. આજે દેશભરમાં એવો અવાજ ઉઠી રહ્યો છે કે, ચોકીદાર ચોર હૈ તેવા રાહુલ ગાંધીના નિવેદનથી ભાજપને મુદ્દો મળી ગયો છે અને આ મુદ્દાને જારશોરથી ચગાવવા તૈયારી કરાઈ છે. ભાજપ રાહુલના આ નિવેદનને હવે ચોકીદારોના અપમાન તરીકે પ્રોજેક્ટ કરનાર છે. રાહુલ ગાંધીનું આ નિવેદન તેમની માનસિકતા દર્શાવે છે. તેઓ ગરીબ ચોકીદારને કઇ દ્રષ્ટિથી જુએ છે તે તેમના નિવેદનથી સાબિત થાય છે. જે ચોકીદાર રાત્રિગાળામાં જાગીને અમારા ઘરોની સુરક્ષા કરે છે તેમનું અપમાન કરવામાં આવી રહ્યું છે. આવનાર ૨૫મી તારીખથી દરેક ગલી મોહલ્લામાં જઇને ચોકીદારને મળવામાં આવશે અને રાહુલ ગાંધીના નિવેદન અંગે અભિપ્રાય લેવામાં આવશે. વર્ષ ૨૦૧૪માં મણિશંકર અય્યરે પણ મોદીને ચાય વાલા કહીને વિવાદ છેડી દીધો હતો. ત્યારબાદ ભાજપે આ મુદ્દો જારદાર પ્રચાર કરીને કોંગ્રેસની બાજી ફેરવી નાંખી હતી. એ વખતે ભાજપના કાર્યકરોએ તાલકટોરા સ્ટેડિયમની બહાર ચા વેચી હતી અને સાથે સાથે ભાજપની લોકસભાની વ્યૂહરચના ચા ઉપર કેન્દ્રિત થઇ હતી. કોંગ્રેસ પાર્ટીની મુશ્કેલી વધે તેવા સંકેત દેખાઈ રહ્યા છે.
સંપૂર્ણ સમાચાર સેવા
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજે જ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861*



"વંદે માતરમ ,ભારત માતાકી જય"




