આજે માનવતા પણ અસ્મિતા બચાવવાના પ્રયાસ કરી રહી છે: રાહુલ ગાંધી

0
12

જલગાંવ,
મહારાષ્ટ્રના જલગાંવમાં કૂવામાંથી પાણી લઈને સ્નાન કરતાં ત્રણ દલિત બાળકોને બેલ્ટથી માર મારવાના મામલે શુક્રવારે રાહુલ ગાંધીએ બીજેપી અને ઇજીજી પર પ્રહારો કર્યાં છે. તેઓએ કહ્યુ કે ઇજીજી અને બીજેપીની નફરતની રાજનીતિ વિરૂદ્ધ આપણે જા અવાજ ન ઉઠાવ્યો તો ઈતિહાસ આપણને ક્યારેય માફ નહીં કરે. આ ઘટના ૧૦ જૂનની છે, પરંતુ ગુરૂવારે મોડી રાત્રે આ અંગેનો વીડિયો વાયરલ થયો હતો જે બાદ કોંગ્રેસ અને બીજેપી વચ્ચે નિવેદનબાજી શરૂ થઈ ગઈ. પોલીસે આ મામલે બે લોકોની ધરપકડ કરી છે.
કોંગ્રેસ અધ્યક્ષે ટ્‌વીટ કરી કહ્યુ કે, “મહારાષ્ટÙના આ દલિત બાળકોનો ગુનો માત્ર એટલો જ હતો કે તેઓ સવર્ણોના કૂવામાં સ્નાન કરી રહ્યાં હતા. આજે માનવતા પણ અંતિમ તણખલાના સહારે પોતાની અસ્મિતા બચાવવાના પ્રયાસો કરી રહી છે.”
મહારાષ્ટÙના સામાજિક ન્યાય મંત્રી દિલીપ કાંબલેએ આ ઘટનાની નિંદા કરી છે. સાથે યોગ્ય તપાસનો વિશ્વાસ અપાવ્યો છે.
કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ અને સાંસદ અશોક ચૌહાણે કહ્યુ કે, “આ ઘટના શરમજનક છે. બીજેપી સરકાર સત્તા પર આવ્યાં બાદ દેશ અને રાજ્યોમાં વારંવાર આ પ્રકારની ઘટનાઓ થઈ રહી છે. એક દળ વાકડી ગામની મુલાકાત કરશે અને દોષિતો વિરૂદ્ધ કડક કાર્યવાહીની માગ કરશે.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY