ઝુકરબર્ગે ભૂલ સ્વીકારી હવે રાહુલ પણ દેશની માફી માગે : રવિશંકર પ્રસાદ

0
148

ન્યુ દિલ્હી,
તા.૧૧/૪/૨૦૧૮

ડેટા લીક મામલામાં ફેસબુકના સીઈઓ માર્ક ઝુકરબર્ગે મંગળવારે અમેરિકન કોંગ્રેસમાં રજૂ થયા. આ દરમિયાન તેઓએ કેમ્બ્રજ એનાલિટિકા અને ચૂંટણીમાં હસ્તક્ષેપની વાતને સ્વીકારી. કેમ્બ્રજ એનાલિટિકાનો મામલો ભારત સાથે પણ જાડાયેલો હતો. એવામાં કેન્દ્રીય મંત્રી રવિશંકર પ્રસાદે બુધવાર સવારે ટ્‌વટ કરીને કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી પર હુમલો કર્યો છે.

રવિશંકર પ્રસાદે ટ્‌વટ કર્યું કે હવે જ્યારે કેમ્બ્રજ એનાલિટિકાનું ચૂંટણીમાં દખલ કરવાની વાત સાચી સાબિત થઈ ગઈ છે. અને ફેસબુકે કહ્યું છેકે તેઓ પ્રયાસ કરશે કે તેનો ભારતની ચૂંટણી પર કોઈ અસર નહીં પડે એવામાં કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીને માફી માંગવી જાઈએ અને વાયદો કરવો જાઈએ કે તેઓ ભારતીય વોટર્સને પ્રભાવિત નહીં કરે અને સમાજનું વિભાજન કરવાનો પ્રયાસ નહીં કરે.

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY