રાહુલ ગાંધીએ રાજકીય ફાયદા માટે રોહિત વેમુલાનો ઉપયોગ કર્યો: પિયુષ ગોયલ

0
9

ન્યુ દિલ્હી,તા.૨૦
હૈદ્રાબાદ યુનિવર્સિટીના દલિત વિદ્યાર્થી રોહિત વેમુલાની આત્મહત્યા પર ફરી રાજકારણ ગરમાયુ છે.
મોદી સરકારના મહત્વના મંત્રી પિયુષ ગોયલે પત્રકાર પરિષદ કરીને રાહુલ ગાંધી પર રોહિત વેમુલાની આત્મહત્યાનો રાજકીય ફાયદો ઉઠાવવાનો અને એ પછી રોહિતના પરિવારને રઝળતા મુકી દેવાનો આરોપ મૂક્યો હતો. જાકે એ પછી તરત રોહિત વેમુલાની માતાએ મીડિયા સમક્ષ નિવેદન આપીને પિયુષ ગોયલના આરોપોને ફગાવી દીધા હતા.
ગોયલે કહ્યુ હતું કે રાજનૈતિક ફાયદા માટે રોહિત વેમુલાની માતાને ખોટા આશ્વાસનો આપવામાં આવ્યા હતા. ક્યાં સુધી આ દેશમાં રાજકીય ફાયદા માટે આ પ્રકારની રાજનીતિ થતી રહેશે. રાહુલ ગાંધીએ એક દુખી માતાનો ગેરફાયદો ઉઠાવવા માટે દેશની માંફી માંગવી જાઈએ. કોંગ્રેસના ચહેરા પરનો મુખવટો ઉતરી ગયો છે.
જાકે એ પછી રોહિતની માતાએ કહ્યુ હતું કે મેં કોઈના ઉકસાવામાં આવીને નિવેદન આપ્યુ નથી. જ્યારે પણ મેં પીએમ મોદીની સામે જે પણ નિવેદન આપ્યુ છે. તે મારુ અંગત મંતવ્ય હોય છે અને આગળ પણ પીએમ સામે બોલતી રહીશ.
આ આખા વિવાદની શરુઆત રોહિત વેમુલાની માતાના નિવેદનથી જ શરૂ થઈ છે. રોહિતના મોત બાદ ઈન્ડીયન મુસ્લિમ લીગ દ્વારા રોહિતની માતાને બે ચેક આપવામાં આવ્યા હતા.જેમાંથી ૨.૫ લાખનો એક ચેક બાઉન્સ થોય હતો. રોહિતની માતાએ કહ્યુ હતું કે અમને ચેક બાઉન્સ થવાની જાણકારી મુસ્લિમ લીગને આપી હતી. એ પછી તેમણે અમને કેશ આપવાનુ કહ્યુ છે, જેથી અમને ઘર મળી શકે.
પિયુષ ગોયલે આ નિવેદન પછી પ્રેસ કોન્ફરન્સ કરીને કહ્યુ હતું કે દુખી પરિવારની આર્થિક સ્થિતિ ઠીક નથી, જેનો ગેરફાયદો ઉઠાવીને, પૈસાની લાલચ આપીને વેમુલાની માતાને દેશભરમાં રેલીઓમાં લઈ જવાય છે.
પાર્ટીએ એટલે કે કોંગ્રેસે જ્યાં સુધી રાજનીતિક ફાયદો લેવાનો હતો ત્યાં સુધી લઈ લીધો. કેરાલામાં રોહિતની માતાને સરકાર વિરોધી નિવેદન આપવા માટે લઈ જવામાં આવ્યા હતા.અને હવે તેમને પૈસા પણ અપાયા નથી, જે ચેક આપ્યો તે પણ બાઉન્સ થયો છે.

(જી.એન.એસ)

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY