બોલો…બ્રિટનમાં બાળકોના ડાયપર પણ બદલી આપવામાં આવશે!

0
91

ડાયપર બદલી ન શકનારા માતા-પિતા નેપી ચેન્જર્સની સેવા લઈ શકે છે
લંડન,તા.૨૬
આજના જમાનામાં બધાજ પૈસા કમાવા માટે મહેનત કરી રહ્યા હોય છે. પરંતુ હાલમાં યુનાઇટેડ કિંગડમમાં એક આવી જ જાબની વેકેન્સી પડી છે જેને કરીને તમે સરળતાથી પૈસા કમાઈ શકો છો ફક્ત તમારે બાળકની નેપી ચેન્જ કરવી પડશે. હકીકતમાં યૂકેમાં જે માતા પિતા પાસે બાળકના ડાયપર બદલવાનો સમય નથી તે ‘નેપી ચેન્જર્સ’ની સેવા લઇ શકે છે.
યુનાઇટેડ કિંગડમમાં એક પેરેંટિંગ વેબસાઈટ આ કામ માટે પ્રોફેશનલની નિયુક્તિ કરવા જઈ રહ્યા છે. ષ્ઠરૈઙ્મઙ્ઘષ્ઠટ્ઠિી.ર્ષ્ઠ.ે નામની વેબસાઈટએ ‘નૈની ૯૯૯’ નામથી પોતાની નેપી બદલવાની સેવાની જાહેરાત એપ્રિલ ફૂલ મજાકના રૂપમાં કરી હતી પરંતુ આ સેવા લેવા માટે ઘણા માતાપિતાની પુછતાછ આવી હતી અને વેબસાઈટે મજાકને હકીકતમાં બદલવાનો નિર્ણય કર્યો. વેબસાઈટ પર એક પોસ્ટ કરવામાં આવી છે જેમાં લખ્યું છે, ‘ અમારી વેબસાઈટ પર અમે નેપી બદલવાની સેવાની માંગમાં ભારે વૃદ્ધિ જાઈ અને હવે અમે ‘નેપી ૯૯૯’નામની સેવાની શરૂઆત કરીને નેપીથી જાડાયેલી દરેક પ્રકારની ઈમરજન્સી હેતુની સેવાઓ ચલુ કરી છે.’
વેબસાઈટ અનુસાર, ‘આ વર્ષે એપ્રિલ ફૂલ પર મજાકના રૂપમાં અમે એવી સેવાની જાહેરાત આપવાનો વિચાર આવ્યો હતો હરંતુ સોશિયલ મીડિયા પર આ જાહેરાત ૪ લાખથી વધુ વખત જાઈ લેવામાં આવ્યો અને આને અસલી સેવા સમજીને આને લેવાના ઈચ્છુક લોકોની મોટી સંખ્યામાં પુછતાછ કરવામાં આવી અને ત્યાર બાદ અમને લાગ્યું કે આ પ્રકારની સેવાને હકીકતમાં શરૂ કરી શકાય છે.’
આ સેવામાં દરેક નેપી બદલવાના બદલામાં ૫ પાઉન્ડ લેવામાં આવશે. ટેક્સી સેવા આપનારી ફેમસ ઓનલાઈન કંપની ‘ઉબર’ની જેમજ વેબસાઈટનો લક્સ આખા યુનાઇટેડ કિંગડમમાં ‘નેપી ચેન્જર્સ’ની નિયુક્તિ કરીને ઉપલબ્ધતા સુનિશ્ચિત કરવાનો છે.

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY