વડાપ્રધાન મોદી સેનાના નામે રાજનીતિ કરી મત માંગે છે : ભૂપેશ બધેલ

0
7

રાયપુર,તા.૫
છત્તીસગઢના મુખ્યમંત્રી ભુપેશ બધેલે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર પ્રહાર કરતા જણાવ્યુ કે, પીએમ મોદી સેનાના નામે રાજનીતિ કરી મત માગે છે. ભાજપ પાસે કહે કોઈપણ પ્રકારનો મુદો ન હોવાના કારણે તેઓ હવે રાષ્ટ્રવાદના મુદે રાજનીતિ કરી રહ્યા છે. અને રાષ્ટ્રવાદનો મુદો ઉઠાવી ભાજપ ચૂંટણીમાં આચાર સંહિતાનું ઉલ્લંઘન કરી રહી છે. તેમણે કહ્યું હતુકે,ભાજપના કાર્યકર્તાઓ તેમના ઉમેદવારોના નામે નહી, પરંતુ નરેન્દ્ર મોદીના નામે મત માંગી રહ્યા છે.
જ્યારે મોદી પોતાના નામે નહી પરંતુ સશસ્ત્ર બળની વીરતાના નામે મત માંગી રહ્યા છે. બધેલે વધુમાં જણાવ્યું કે, ભાજપ પાસે કોઈ મુદ્દો નથી એટલે દેશની સુરક્ષાનો મુદ્દો ઉઠાવે છે. ત્યારે દેશની સુરક્ષાના નામે રાજનીતિ કરનાર ભાજપને જનતા જવાબ આપવાની છે. સેનાના અધિકારીઓનું પણ કહેવું છેકે, તેમના નામે મત ન માંગવામાં આવે. તો ચૂંટણીપંચે પણ મત માંગવા માટે સશસ્ત્ર બળોનો ઉપયોગ કરવાની મનાઈ ફરમાવી છે. પરંતુ ભાજપ સતત આદર્શ આચારસંહિતાનું ઉલ્લંઘન કરી રહી છે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY