રાયપુર,તા.૨૬
છત્તીસગઢના મુખ્યમંત્રી ભુપેશ બઘેલના પિતા નંદકુમાર બઘેલે મોટું નિવેદન આપતા કહ્યું કે તેઓ વડાધાન નરેન્દ્ર મોદી વિરૂદ્ધ લોકસભા ચૂંટણી લડશે. આ સાથે તેમણે કોંગ્રેસથી ટિકિટની માંગ પણ કરી છે. તેમણે કહ્યું કે જો કોંગ્રેસથી કોઈ ટિકિટ નહીં મળે તો હું સ્વતંત્ર ચૂંટણી લડીશ. એક વિડિઓ રજૂ કરતા નંદકુમાર બઘેલે કહ્યું કે હું આ ઘોષણા કરું છું કે હું મોદીની સામે ચૂંટણી લડીશ. ભલે તેઓ બનારસથી લડે અથવા ગુજરાતથી. હું તેમની સામે લડીશ. સાથે જ તેમણે કહ્યું કે જા પીએમ મોદીની જગ્યા કોઈ અન્યને ચહેરા બનાવવામાં આવે છે અથવા અડવાણી અને મુરલી મનોહર જાશીને ચૂંટણી લડાવવામાં આવે છે તો તેઓ તેમનો સંકલ્પ પરત લેશે.
બઘેલે કહ્યું કે જો ભાજપ ખાસ કરીને આરએસએસના વિદ્વાન મોહન ભાગવત જા મોદીની જગ્યાએ અડવાણી અને મુરલી મનોહર જાશીને ચહેરો બનાવશે અને તેમને ચૂંટણી લડાવશે તો હું મારો નિર્ણય પાછો લઈશ. જે રીતે છત્તીસગઢમાં તમામ ૧૧ બેઠકો માટે નવા ચહેરાઓને તક આપવામાં આવી છે એ જ રીતે મોદીની જગ્યાએ પણ નવા ચહેરાને સ્થાન મળવું જાઇએ. આ સાથે તેમણે કહ્યું કે હું ઇચ્છું છું કે રાહુલ ગાંધી વડાપ્રધાન બને અને જે નાના પક્ષો છે તેમને વચન અપાવે કે ચૂંટણી જીત્યા પછી તેઓ કોંગ્રેસને ટેકો આપશે.
બઘેલે કહ્યું કે હું જાહેરમાં વિનંતી કરું છું કે મને કોંગ્રેસની ટિકિટ આપવામાં આવે. જા મને કોઈ રીતે કોંગ્રેસની ટિકિટ નહીં મળે, તો પણ હું મોદી સામે ચૂંટણી લડીશ અને જીતીશ. સાથે જ હું કહેવ માંગુ છું કે રાહુલ ગાંધી નિર્વિરોધ અને સક્ષમ પીએમ બને.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



