રાજપીપલામાં સોમવાર સૌથી ગરમ દિવસ રહ્યો

0
129

રાજપીપલામાં સોમવારે 42 ડિગ્રી તાપમાન રહેતા મુખ્ય માર્ગો સુમસામ, કરફ્યુ જેવો માહોલ.

રાજપીપલા :
રાજપીપલા શહેર માં સોમવારે ગરમી નો પારો ઊંચે જતા ઉનાળાનો સૌથી ગરમ દિવસ રહ્યો જેમાં બપોરે 3-30 વાગે પણ પારો 42 ડિગ્રી પર રહેતા માર્ગો સુમસામ નજરે પડ્યા હતા. અને લોકો પોત પોતાના ઘર ઓફિસ માં એર કન્ડિશન, કુલર કે પંખા ચાલુ કરી આરામ ફરમાવતા જોવા મળ્યા હતા.
આમ તો છેલ્લા ચારેક દિવસ થી આકરી ગરમી જોવા મળી રહી છે જેમાં 36 થી 38 ડિગ્રી જેવું તાપમાન રહ્યું હતું પરંતું સોમવારે અચાનક સૂર્યદેવ નો જાણે મિજાજ છટક્યો હોય એમ તાપમાન સીધું 42 પર જતા ગરમી માં લોકો શેકાયા હતા ત્યારે આકાશ માં ઉડતા પશુ પક્ષીઓ કે રોડ પર રખડતા શ્વાનો ની હાલત દયનિય રહી હતી જોકે અમુક જગ્યા એ કેટલાક યુવાનો નદી નાળા કે કેનાલના પાણીમાં ડૂબકી લગાવી ઠંડક મેળવવા પ્રયાસ કરતા રહ્યા પરંતુ આ આકરી ગરમીમાં પાણી માંથી બહાર આવતાજ ફરી ગરમીનો પ્રકોપ ભોગવવો પડ્યો હતો.

રિપોર્ટર – નર્મદા,ભરત શાહ,મો.નં.9408975050

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. +91 9978406923

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY