ભરૂચની પ્રાથના વિદ્યાલયમાં વિદ્યાર્થીઓ દ્વારા માતૃ-પિતૃ પૂજનનો અનોખો કાર્યક્રમ ઉજવાયો

0
365

ભરૂચ:

હિન્દુ ધર્મની માન્યતા અનુસાર હાલમાં ચાલી રહેલા કળયુગમાં મર્યાદા પુરુષોત્તમ શ્રી રામના ગુણોનો દરેક વિદ્યાર્થીઓમાં સુપેરે સંચાર થાય તે હેતુસર ગઈકાલે ભોલાવ સ્થિત પ્રાથના સ્કુલમાં માતૃ-પિતૃ પૂજનના કાર્યકર્મનું આયોજન કરવામાં આવ્યું હતું. શાળાના બાળકો દ્રારા પોતાના માતા-પિતાને કંકુ તિલક કરી સાથે બેસાડી આરતી ઉતારી અને તેમની પ્રદક્ષિણા કરી આર્શીવાદ લીધા હતાં. ત્યારે આવાં સંસ્કારના દ્રશ્યો જોઈ બાળકો તેમજ ઉપસ્થિત તમામ લોકોમાં અને શાળા પટાંગણમાં ભાવુક દ્રશ્યો પણ સર્જાયા હતાં. જ્યારે શાળાના ટ્રસ્ટી નિલેશ પટેલે બાળકોને શ્રી રામચંદ્ર ભગવાનના આચાર-વિચાર અને તેમના જેવા સંસ્કારી બની માતા પિતાની આજ્ઞાનું પાલન કરવાની વાત કરી હતી. ત્યારબાદ શાળાના વિદ્યાર્થીઓ દ્રારા માતા-પિતા ઉપર નાટકો, ગીતો રજુ કર્યા હતાં. સમાજમાં પ્રેરણારૂપ આ કાર્યક્રમને ઉપસ્થિત સર્વ લોકોએ સરાહના કરી હતી. આ કાર્યક્રમમાં ભરૂચના ધારાસભ્ય દુષ્યંત પટેલ, વીર નર્મદ યુનિવર્સિટી ના સેનેટ સભ્ય પ્રવિણસિંહ રણા, વહીવટી સંઘના પ્રમુખ નિલેશ ચદ્દલ્વાલા અને માધ્યમિક શિક્ષણ બોર્ડના કિરીટસિંહ મહિડા, સહિત શાળાના વિદ્યાર્થીઓ અને વાલીઓ મોટી સંખ્યામાંમાં ઉપસ્થિત રહ્યા હતાં. જોકે સમાજમાં આજે જે રીતે માં-બાપની ઉપેક્ષા થઇ રહી છે, તે જોતા જો દરેક શાળામાં ડાન્સના પ્રોગ્રામ કરતાં આવાં સંસ્કારનું સિંચન કરતાં આવા કાર્યક્રમો રાખવામાં આવે તો ઘરડાઘરમાં વડીલોની સંખ્યા ઘટી શકે છે.

રીપોર્ટર:
પ્રકાશ મેકવાન,
ભરૂચ.
9537920203

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY