જેમના પર ભ્રષ્ટાચારના આક્ષેપ છે તે શું નિષ્પક્ષ તપાસ કરશે : હાર્દિક પટેલ
ક્રાઇમ બ્રાંચના લોકો જ રૂપિયાના થપ્પા ભેગા કરતા હોય ત્યારે જનતા તેમના પર વિશ્વાસ કેવી રીતે મૂકેઃ હાર્દિક પટેલ
અમદાવાદ,તા.૨૦
૨૫મી ઓગસ્ટ, ૨૦૧૫ના રોજ જીએમડીસી ગ્રાઉન્ડ ખાતે રેલી બાદ ફાટી નીકળેલા તોફાનો અંગે સરકારે પાસ કન્વિનર હાર્દિક પટેલ, દિનેશ બાંભણિયા, ચિરાગ પટેલ અને અલ્પેશ કથીરિયા સામે રાજદ્રોહનો કેસ કર્યો હતો. આ કેસમાં આજે સેશન કોર્ટે હાર્દિક પટેલ, દિનેશ બાંભણિયા અને ચિરાગ પટેલ સામે ચાર્જફ્રેમ કર્યા હતા. આ કેસમાં ક્રાઇમ બ્રાંચ ૧૮ પાનાની ચાર્જશીટ ફાઇલ કરી છે. જેના આધારે ચાર્જફ્રેમ કરાયા છે. કોર્ટની કાર્યવાહી બાદ હાર્દિક પટેલે મીડિયા સાથે વાતચીત કરી હતી તેમજ ભવિષ્યમાં કોર્ટનો જે પણ ચુકાદો આવશે તેને માન્ય ગણશે તેવી વાત કરી હતી. સાથે હાર્દિકે એવું પણ કહ્યું હતું કે જા ચુકાદો તેની વિરુદ્ધમાં આવશે તો તેઓ ઉપલી કોર્ટમાં જશે.
“સામાજિક કામમાં વ્યવસ્ત હોવાથી કોર્ટમાં ન આવવાનું નક્કી કર્યું હતું. હું સતત પાંચ વખતથી કોર્ટમાં હાજર રહેતો હોવાથી આ વખતે કોર્ટ રાહત આપે તેવી ઇચ્છા હતી. પરંતુ કોર્ટના આદેશને પગલે હાજર રહેવું પડ્યું છે. ૨૫મી ઓગસ્ટ ૨૦૧૫ના રોજ જે બનાવ બન્યો હતો તેમાં ભાજપ સરકારના આદેશ પ્રમાણે કેસ દાખલ કરવામાં આવ્યો હતો. કોર્ટમાં આજે ચાર્જફ્રેમની પ્રક્રિયા થઈ હતી. અમે તેના પર સહી પણ કરી છે. હવે નવી તારીખથી કેસ ચાલુ થશે.”
સરકારે પાટીદાર અનામત આંદોલનને તોડવાના અનેક પ્રયાસો કર્યા છે. ચાર્જફ્રેમમાં એ વાતનો ઉલ્લેખ છે કે બંધારણીય રીતે અનામત ન મળી શકે. પોલીસે ખોટી તપાસ કરીને ચાર્જશીટમાં વિગતો મૂકી છે. પોલીસ તપાસને ગેરમાર્ગે દોરવા માટે ખોટી વિગતો લખીને ચાર્જશીટ તૈયાર કરી છે. અમે નીચલી કોર્ટના નિર્ણયને હાઇકોર્ટ અને હાઇકોર્ટના નિર્ણયને જરૂર પડશે તો સુપ્રીમમાં પડકારીશું.
કોર્ટ જે કંઈ કહેશે તેનો સ્વીકાર કરીશું. પરંતુ દુઃખની વાત એ છે કે દિલ્હીના કનૈયા કુમાર પર લાગેલો કેસ કોર્ટે રદ કર્યો છે. પરંતુ ગુજરાત ભાજપમાં ભાજપની સરકારે પાટીદાર આંદોલનને દબાવવા માટે શક્્ય એટલા પ્રયાસ કર્યા છે.
ક્રાઇમ બ્રાંચના જેસીપી જે.કે. ભટ્ટ પર લાગેલા આક્ષેપ અંગે હાર્દિકે કહ્યું કે, “ક્રાઇમ બ્રાંચના મુખ્ય અધિકારી પર ભ્રષ્ટાચારનો આક્ષેપ છે ત્યારે લોકોને તપાસમાં કેમ વિશ્વાસ બેસે. એ લોકો રૂપિયાના થપ્પા ભેગા કરતા હોય ત્યારે જનતા તેમના પર કેમ વિશ્વાસ મૂકે. જે.કે. ભટ્ટ પર વર્ષોથી આક્ષેપ લાગ્યા છે. અભય ચુડાસમા અને ડી.જી. વણઝારા પર પણ આક્ષેપ લાગ્યા છે.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"



