અમદાવાદ, તા.૩૦
પાટીદાર અનામત આંદોલન દરમ્યાન અમદાવાદ શહેર સહિત રાજયભરમાં હિંસા અને જૂથ અથડામણ ફેલાવવા તેમ જ ઉશ્કેરણીજનક ભાષણો કરી લોકોમાં વર્ગવિગ્રહ જન્માવવાના ચકચારભર્યા રાજદ્રોહના કેસમાં આજની સુનાવણી દરમ્યાન હાર્દિક પટેલ તેના ઉપવાસના આજના છઠ્ઠા દિવસે લથડેલી હાલતને લઇ સેશન્સ કોર્ટ સમક્ષ હાજર રહ્યો ન હતો. જા કે, સરકારપક્ષ દ્વારા હાર્દિકની ગેરહાજરી સામે વાંધો ઉઠાવાયો હતો. જા કે, કોર્ટે તમામ પક્ષકારોને સાંભળી કેસની વધુ સુનાવણી તા.૧૪મી સપ્ટેમ્બરના રોજ રાખી હતી અને એ દિવસે હાર્દિક સહિતના તમામ આરોપીઓને અદાલત સમક્ષ હાજર રહેવા કડક તાકીદ કરી હતી. એ દિવસે અદાલત દ્વારા રાજદ્રોહ કેસમાં આરોપીઓ વિરૂધ્ધ ચાર્જ ફ્રેમની પ્રક્રિયા હાથ ધરવામાં આવે તેવી પૂરી શકયતા છે. અમદાવાદ સ્થિત ભદ્ર સેશન્સ કોર્ટમાં આજે રાજદ્રોહ કેસની સુનાવણી હતી અને કોર્ટે તમામ આરોપીઓને અદાલત સમક્ષ હાજર રહેવા ગત મુદતે જ કડક તાકીદ કરી હતી પરંતુ હાર્દિક પટેલના ઉપવાસ આઁદોલનનો આજે છઠ્ઠો દિવસ હોઇ અને તેની તબિયત લથડેલી હોઇ તેના વકીલ તરફથી હાજરીમાંથી મુકિત અરજી આપવામાં આવી હતી તો, અન્ય આરોપીઓ ચિરાગ પટેલ અને દિનેશ બાંભણીયાના વકીલો કોર્ટમાં હાજર રહી શકયા ન હતા, તેથી તેઓએ પણ વધુ એક મુદતની માંગ કરી હતી. જા કે, સરકારપક્ષ તરફથી મુખ્ય સરકારી વકીલ સુધીર બી.બ્રહ્મભટ્ટે આરોપીઓની આ અરજીનો સખત વિરોધ કરતાં જણાવ્યું હતું કે, આરોપીઓ દર વખતે એક યા બીજા કારણોસર કાનૂની પ્રક્રિયા વિલંબિત કરી રહ્યા છે, ખાસ કરીને ચાર્જફ્રેમની પ્રક્રિયાને આરોપીઓ યેનકેન પ્રકારે ટાળી રહ્યા છે. રાજદ્રોહનો કેસ ખૂબ જ સંવેદનશીલ અને મહત્વનો કેસ હોઇ તેમાં છેલ્લા ઘણા સમયથી અને ઘણી મુદતોથી આરોપીઓના અસહકારભર્યા વલણ અને એક યા બીજા કારણોસર ગેરહાજરીને લઇ ચાર્જફ્રેમની કાનની પ્રક્રિયા વિલંબિત થઇ રહી છે અને બિનજરૂરી લંબાઇ રહી છે. આ સંજાગોમાં કોર્ટે આરોપીઓની વર્તણૂંકની ગંભીર નોંધ લઇ સખત હુકમ કરવો જાઇએ. આરોપીપક્ષ તરફથી વધુ એક મુદત આપવા વિનંતી કરવામાં આવી હતી, જેને ધ્યાને લઇ કોર્ટે આરોપીઓને છેલ્લી તક આપી હતી અને હાર્દિક સહિતના તમામ આરોપીઓને તા.૧૪મી સપ્ટેમ્બરે અદાલત સમક્ષ હાજર રહેવા હુકમ કર્યો હતો. ેએ દિવસે અદાલત દ્વારા રાજદ્રોહ કેસમાં હાર્દિક સહિતના આરોપીઓ વિરૂધ્ધ ચાર્જફ્રેમ કરાય તેવી શકયતા છે.
(સંપૂર્ણ સમાચાર સેવા)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજે જ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861*



"વંદે માતરમ ,ભારત માતાકી જય"



