જહેમત બાદ સ્નેકકેચર ટીમે ૩ સાપ-કોબ્રાને પકડી લીધા

0
41

અમદાવાદ,તા.૩૦
અમદાવાદ શહેરના પૂર્વ વિસ્તારમાં આજે હાટકેશ્વર, નિકોલ અને નરોડા એમ ત્રણ અલગ-અલગ વિસ્તારમાં સાપ અને કોબ્રા નીકળતાં સ્થાનિક રહીશોમાં ભારે ફફડાટની લાગણી ફેલાઇ ગઇ હતી. જા કે, જાગૃત નાગરિકોએ સાપને મારી નાંખવાના બદલે રેસ્કયુ ટીમને બોલાવાતાં સ્નેકકેચર ટીમના સભ્યોએ ત્રણ સાપને પકડી યોગ્ય સ્થળે તેને છોડી મૂકતાં લોકોએ રાહતનો દમ ખેંચ્યો હતો. સાપ-કોબ્રા નીકળવાની ઘટનાને લઇ આ વિસ્તારોમાં ભારે ચકચાર મચી ગઇ હતી, સાપ-કોબ્રાના રેસ્કયુ વખતે લોકોના ટોળેટોળા ઘટનાસ્થળે ઉમટી પડયા હતા. શહેરના નરોડા વિસ્તારમાં આજે ચાર ફુટનો કોબ્રા નીકળ્યો હતો તો, નિકોલમાં દોઢ ફુટનો નાનો કોબ્રા જાવા મળ્યો હતો. આ જ પ્રકારે હાટકેશ્વર વિસ્તારમાં સામળ સાપે દેખા દેતાં સ્થાનિક લોકોમાં ફફડાટની લાગણી ફેલાઇ ગઇ હતી. સાપ અને કોબ્રાએ દેખા દેતાં ખાસ કરીને મહિલા અને બાળકોમાં ભયની લાગણી ફેલાઇ ગઇ હતી. હાટકેશ્વરમાં જે સાપ મળ્યો તે, એકટીવામાં છૂપાયેલો જાવા મળ્યો હતો. જા કે, આ સામળ સાપ બેનઝેરી હોવાનું રેસ્કયુ ટીમે જણાવતાં લોકોએ રાહતનો દમ ખેંચ્યો હતો. ભારે જહેમત બાદ સ્નેકકેચર ટીમના સભ્યોએ સહીસલામત રીતે ત્રણેય સાપ-કોબ્રાને રેસ્કયુ કરી તેને યોગ્ય સ્થળે છોડી મૂકયા હતા. જેને લઇ સ્થાનિક રહીશોમાં રાહતની લાગણી પ્રસરી હતી. લોકોએ રેસ્કયુ ટીમના સભ્યોનો પણ આભાર માન્યો હતો.

(સંપૂર્ણ સમાચાર સેવા)



જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજે જ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861*

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY