રાજીવ સાતવની હાજરીમાં આજે લાલજી મેર કોંગ્રેસમાં જોડાશે

0
11

ગાંધીનગર,તા.૨૭
લોકસભાની ચૂંટણીને લઈને ભાજપ અને કોંગ્રેસે તૈયારીઓ શરૂ કરી છે ત્યારે કોળી સમાજના આગેવાન અને ભાજપના પૂર્વ ધારાસભ્ય લાલજી મેરે પક્ષમાંથી રાજીનામું આપ્યું હતું. હવે લાલજી મેર આજે પ્રદેશ પ્રભારી રાજીવ સાતવની હાજરીમાં વિધિવત રીતે કોંગ્રેસમાં જાડાય તેવી શકયતા છે. લાલજી મેર કોંગ્રેસમાં જાડાય તો વિધાનસભાની જસદણ બેઠકની પેટા ચૂંટણીમાં ભાજપને નુકશાન થવાની શકયતા છે.
ભાજપમાં છેલ્લા કેટલાક સમયથી ચાલતો આંતરીક વિવાદ હવે બહાર આવી રહ્યો છે. જેના પરિણામે તાજેતરમાં જ ભાજપના સિનિયર નેતા અને ધંધુકાના પૂર્વ ધારાસભ્ય લાલજી મેરે પક્ષમાંથી રાજીનામું આપ્યું હતું. વર્ષ ૨૦૧૭ની વિધાનસભાની ચૂંટણીમાં ટિકિટ નહીં અપાતા તેઓ ભાજપથી નારાજ હતા. તેમજ તેમણે ભાજપના કેટલાક નેતાઓ સામે આક્ષેપ પણ કર્યા હતા. વર્ષ ૨૦૦૯ની ચૂંટણીમાં ભાજપના જ એક નેતાએ તેમને હરાવવાના પ્રયાસ કર્યા હોવાનો આક્ષેપ કર્યો હતો. કોળી સમાજના આગેવાન લાલજી મેરે રાજીનામું આપતા તેઓ કોંગ્રેસમાં જાડાશે તેવી શકયતાઓ વ્યક્ત થઈ હતી.
ગુજરાત કોંગ્રેસના પ્રભારી રાજીવ સાતવ ત્યારે રાજ્યની મુલાકાતે છે તેમજ આજે બુધવારે લાલજી મેર તેમની હાજરીમાં જ વિધિવત રીતે કોંગ્રેસનો ખેસ ધારણ કરે તેવી શકયતા છે. લાલજી મેર જા કોંગ્રેસમાં જાડાય તો જસદણ બેઠકની પેટા ચૂંટણીમાં કોંગ્રેસને વધારે ફાયદો થવાની શકયતા છે. જસદમ બેઠક ઉપર સૌથી વધારે મતદારો કોળી સમાજના છે અને લાલજી મેરના કોંગ્રેસના જાડાવથી કોળી મતદારોને આકર્ષવામાં કોંગ્રેસને ફાયદો થશે. હાલ જસદણ બેઠક પર કોંગ્રેસ દ્વારા ચૂંટણી પ્રચાર કરવામાં આવી રહ્યો છે.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923 
PRESS card આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY