રાજકોટ,તા.૧૦
રાજકોટ ખાતે આવકવેરા વિભાગ દ્વારા ઓપન હાઉસનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ગુજરાત રાજ્યના પ્રિન્સિપાલ ચીફ કમિશનર ઍ ડી મહેરાતરાએ ઉપસ્થિત રહીને માર્ગદર્શન આપ્યું હતું. જેમાં રાજકોટ પ્રદેશના આવકવેરા વિભાગના પૂર્વ કર્મચારીઓ અરજદારો તેમજ આવક વેરો ભરનાર આવકવેરો ભરનારા વેપારીઓ હાજર રહ્યા હતા.
પત્રકારો સાથેની વાતચીત દરમ્યાન તેઓએ જણાવ્યું હતું કે ગુજરાત રાજ્યમાં આવકવેરા વિભાગે આ વર્ષે ૫૫૫૭૧ કરોડ ભેગા કરવાનું રાખ્યું છે. રાજ્યમાં ૬૮,૮૦,૫૮૬ કરદાતાઓ છે જ્યારે આ વર્ષનો ટાર્ગેટ વધુ નવલાખ ૮૧૦૧ કરદાતાઓ ઉમેરવાનો આપવામાં આવ્યો છે જે પૈકી પાંચ લાખ ૮૦ હજાર ૬૩૩ નવા કરદાતાઓનું દયા છે.
રાજકોટ પ્રદેશની આવકવેરાની કચેરી સૌરાષ્ટ્રના મોટાભાગના જિલ્લાઓને કવર કરે છે. આ પ્રદેશનો આવકવેરાનો લક્ષ્યાંક ૨૮૯૦ કરોડ રાખવામાં આવ્યો છે. તેમજ કરદાતાઓની સંખ્યા સોળ લાખ ૩,૨૯૭ છે. અલબત્ત અત્યાર સુધીમાં રાજકોટ દેશની કુલ આવક ૨૫૩૫ કરોડ થઇ છે. જેમાંથી ૭૩૪ કરવામાં આવ્યો હોવાથી આવકવેરા પેટે રાજકોટ પ્રદેશને અઢારસો એક કરોડ મળ્યા હોવાનું જણાવ્યું હતું.
તેઓએ રાજકોટ જિલ્લામાં મોરબી અને ગોંડલ સહિતના વિસ્તારોમાં આવકવેરાની વધુ ચોરી થતી હોવાની વિગતોને સમર્થન આપીને આગામી ટૂંક સમયમાં રાજકોટ નિર્ધારિત લક્ષ્ય સુધી પહોંચવા માટેની જુદી-જુદી પદ્ધતિઓ અજમાવવામાં આવનાર હોવાનું જણાવ્યું હતુ.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"




