રાજકોટ કોંગ્રેસના આગેવાનો પો.કમિશ્નરે રજૂઆત કરવા પહોંચ્યા કોઈ પણ કાર્યક્રમ પહેલા કાર્યકરોની અટકાયત કરી તો હાઈકોર્ટના દ્વાર ખખડાવીશું

0
37

રાજકોટ,તા.૨૬
રાજકોટ કોંગ્રેસ સમિતિના આગેવાનો આજે પોલીસ કમિશનરને રજૂઆત કરવા સીપી ઓફિસ પહોંચ્યા હતા. જેમાં કોઇ પણ કાર્યક્રમ પહેલા પોલીસ કાર્યકરોની અગાઉથી જ અટકાયત, ધરપકડ કરી લે છે તે વ્યાજબી નથી. હવે પોલીસ આવું કરશે તો હાઇકોર્ટના દ્વાર ખખડાવવામાં આવશે તેવી ચિમકી ઉચ્ચારવામાં આવી હતી. જા કે પોલીસ કમિશનરને મળવા ગયેલા કોંગ્રેસના આગેવાનો અને પોલીસ વચ્ચે ઉગ્ર બોલાચાલી પણ થઇ હતી. જેમાં પોલીસે કહ્યુ હતું કે શિસ્તતા નહીં જાળવો તો અટકાયત કરી લેશું. આ અંગે કોંગ્રેસના મહેશ રાજપુતે જણાવ્યું હતું કે, ૩૦ તારીખે નરેન્દ્ર મોદી રાજકોટ આવી રહ્યાં છે. ત્યારે પોલીસ કોંગ્રેસના આગેવાન અને કાર્યકરોનું લીસ્ટ બનાવી રહી છે. આગલી રાત્રે જ અટકાયત કરી લેવાના વાત મળી રહી છે. આ કોઇ હિસાબે સાખી નહીં લેવાય આવું કરશે તો હાઇકોર્ટના દ્વાર ખખડાવામાં આવશે.
કોંગ્રેસને પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ દ્વારા ૧૧ કલાકનો ટાઈમ આપ્યા બાદ કમિશનર હાજર ન રહેતા કમિશનર ચેમ્બર બહાર બેસી ગયા હતા. પોલીસ કમિશનરની ચેમ્બર બહાર જ કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ સહિતના આગેવાનો કાર્યકરો ધરણા પર બેસી ગયા હતા. કોંગ્રેસે JCP અને DCP વચ્ચે બોલાચાલી કરી હતી. હાલ પોલીસે વધુ બંદોબસ્ત ગોઠવી દીધો હતો. જા કે કોંગ્રેસે પણ કમિશનરને મળવાની જીદ પકડી રાખી હતી.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY