રાજકોટ,તા.૬
રાજકોટમાં ગત સપ્તાહમાં ત્રણ દિવસમાં હિટ એન્ડ રનના બે બનાવ બન્યા હતા. જેમાં એક વિદ્યાર્થિની અને એક યુવકનું મોત નીપજ્યું હતું. જેના પગલે આજે પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ ખાનગી કારમાં બેસી સરપ્રાઇઝ ચેકિંગ પર નીકળ્યા હતા. પરંતુ પોલીસ કમિશનર પણ ખુદ ટ્રાફિકમાં ફસાયા હતા. સીસીટીવી મારફત નિરીક્ષણ કરવામાં આવતા ટ્રાફિક બ્રિગેડનાં ત્રણ કર્મચારીની બેદરકારી સામે આવી હતી અને બંનેને ડીસમીસ કરાયા હતા.
ટ્રાફિક બ્રિગેડના પીઠવા ચિરાગ, રાણા તરૂણ અને ફારૂકી સોહેલ પોતનો પોઇન્ટ ન હોવા છતાં પુનિતનગર ચોક ખાતે વાહનો રોકી વાહનચાલકો સાથે ગેરકાયદેસર પ્રવૃતિ કરતા જણાયા હતા. જેમાં ચિરાગ વાહનચાલકો પાસેથી ગેરકાયદેસર લાંચિયા વૃત્તિ દાખવતા તથા તરૂમ ગેરકાયદેસર રીતે વાહનચાલકોના કાગળો ચેક કરતા જણાયા હતા. આથી ત્રણેયને ડીસમીસ કરવામાં આવ્યા હતા.
શહેરના વિવિધ વિસ્તારોમાં ટ્રાફિક પોલીસ કંઇ રીતે કામગીરી કરે છે તે અંગે સરપ્રાઇઝ ચેકિંગ હાથ ધર્યું હતું. જેમાં કોણ કેવી રીતે વાહન ચલાવે છે, પોલીસ દ્વારા ટ્રાફિકના નિયમોનું પાલન કરવવામાં આવે છે કે નહીં તે અંગે નિરીક્ષણ કર્યું હતું.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



