રાજકોટ,તા.૧૧
સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ખાતે સોમવારથી રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા ત્રણ દિવસના મેગા જાબ ફેરનું આયોજન કરવામાં આવ્યું છે. સોમવારે ઉદ્ઘાટન સમારંભ જુદી જુદી જગ્યાએ ગ્રેજ્યુએટ અને ડિપ્લોમા ફોલ્ડર ઉમેદવારોને નોકરી માટે બોલાવવામાં આવ્યા હતા. આ કેમ્પમાં ૧૫૦ જેટલી કંપનીઓના પ્રતિનિધિઓને નિમંત્રણ આપવામાં આપવામાં આવ્યું હતું. જે પૈકી અડધો-અડધો ગેરહાજર જાવા મળી હતી.
સૌરાષ્ટ્ર યુનિવર્સિટી કેમ્પસ ઉપર રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા મેગા જાબ ફેરનું આયોજન કરવામાં આવ્યું આવ્યું હતું. રાજ્યમાં ગત ૨૮ ફેબ્રુઆરીથી જુદા જુદા સ્થળોએ ૨૬ જગ્યાએ મેગા જાબ ફેર યોજવામાં આવે છે. જે પૈકી ત્રણ દિવસના મેગા જાબ ફેરનું અહીંના યુનિવર્સિટી કેમ્પસમાં આયોજન થયું છે.
આ મેગા જાબ ફેર ઘણા બધા સ્નાતક અને ડિપ્લોમા ઉમેદવારોને નોકરીનો ચાન્સ મળશે તેવી જાહેરાત સાથેના ઉદ્ધાટન કર્યું હતું. મેગા જાબ ફેર ખુલ્લો મૂકવામાં આવ્યા બાદ જુદી જુદી જગ્યાએ નિમણૂક માટેની વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી. જે પૈકી ઇન્ડોર સ્ટેડિયમમાં ઇજનેરીના સ્નાતક માટે ઈન્ટરવ્યૂ ગોઠવવામાં આવ્યા હતા પરંતુ મોટાભાગની કંપનીઓના પ્રતિનિધિઓ ગેરહાજર જાવા મળ્યા હતા.
પરિણામે બપોર સુધી ઉમેદવારો નોકરીની રાહમાં ધક્કા ખાતા રહ્યા હતા. ઉમેદવારોએ જણાવ્યું હતું કે ઈજનેરી વિદ્યાશાખામાં કેમિકલ આઈ સી સહિતની કોઈ આવ્યાં નથી. એ જ રીતે ડિપ્લોમા વિદ્યાર્થીઓને જે કંપનીઓ નોકરીમાં રાખી હતી તે પૈકી ઘણી કંપનીઓ જાવા મળી નહોતી.
ઉમેદવારોએ જણાવ્યું હતું કે મોટી કંપનીઓને આપવાના બદલે રાજકોટના કારખાના માટે ભરતી મેળો યોજવામાં આવ્યો હોય તે પ્રકારની સ્થિતિ જોવા મળે છે. ઉમેદવારોને બહારથી અહીં લાવવા માટે અને બપોરનાં ભોજન માટે માત્ર રૂપિયા ૫૦ આપવામાં આવ્યા છે. અલબત આ મામૂલી રકમ પણ ઘણા બધા ઉમેદવારોને મળી નથી જેની સામે રોષની લાગણી વ્યક્ત કરવામાં આવી હતી.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"




