પત્રિકામાં બાબા સાહેબનો ફોટો ન હોવાથી ડો.આંબેડકર ભવનના લોકાર્પણમાં હોબાળો

0
37

રાજકોટ,તા.૧૪
રાજકોટ મહાનગરપાલિકા દ્વારા ૧.૭૦ કરોડના ખર્ચે ડો. આંબેડકર ભવન અને લાઇબ્રેરી બનાવવામાં આવી છે. ગુરૂવારે તેનું લોકાર્પણનો કાર્યક્રમ યોજાયો હતો. પરંતુ આમંત્રણ પત્રિકામાં ડો.બાબા સાહેબ આંબેડકરનો ફોટો ન રખાતા વિવાદ સર્જાયો હતો. વિપક્ષ નેતા વશરામ સાગઠિયાએ કાર્યક્રમમાં સ્ટેજ પર ચડી જઇ હોબાળો મચાવ્યો હતો.
કાર્યક્રમમાં ભાજપનો પ્રચાર ન કરવા માટે વશરામ સાગઠિયાએ હોબાળો મચાવ્યો હતો. પરંતુ ભાજપના નેતાઓ અને પોલીસે મામલો થાળે પાડ્યો હતો. ડો.આંબેડકર સ્મારક ભવન અને લાઇબ્રેરીમાં બાબા સાહેબના જીવનની તસવીરરૂપી ઝાંખી તૈયાર કરવામાં આવી છે. કાર્યક્રમમાં લોકોની પાંખી હાજરી જોવા મળી હતી. તેમજ મંત્રી ઇશ્વર પરમાર ગેરહાજર રહ્યા હતા.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY