અબૂ બકર દાઉદના દુબઇ સ્થિત મકાનમાં ષડ્યંત્ર રચવામાં સામેલ હતો
મુંબઇ,તા.૧૪
૧૯૯૩માં મુંબઈમાં થયેલા સિરીયલ બોંબ બ્લાસ્ટ મામલે ભારતીય એજન્સીઓને દુબઈમાં મોટી સફળતા મળી છે. આ મામલે સુરક્ષા એજન્સીઓ ભારતના બે મોસ્ટ વોન્ટેડ આરોપીઓને ઝડપી લીધા છે. ઝડપાયેલા એક આતંકીની ઓળખ અબૂ બકર તરીકે થઈ છે.
અબૂ બકર પાક અધિકૃત કશ્મીરમાં ટ્રેનિંગ લીધી હતી અને ઇડ્ઢઠ લાવવામાં અને અંડરવર્લ્ડ ડોન દાઉદ ઈબ્રાહિમના દુબઈ સ્થિત મકાનમાં ષડયંત્ર રચવામાં સામેલ હતો. મુંબઈ બોંબ બ્લાસ્ટમાં અબૂ બકર મુખ્ય ષડયંત્રકારીઓમાંનો એક હતો અને પાકિસ્તાન અને ેંછઈમાં રહેતો હતો. એજન્સીઓએ ગુપ્તચર ઈનપુટના આધારે તેને ઝડપી લીધો છે.
લાંબા સમયથી મોસ્ટ વોન્ટેડ લિસ્ટમાં ચાલી રહેલા બન્ને આતંકીઓના પ્રત્યાર્પણ માટે ભારતીય એજન્સીઓ પ્રયાસ કરી રહી છે. અબૂ બકરનું પુરુ નામ અબૂ બકર અબ્દૂલ ગબ્દૂલ ગફૂર શેખ છે જે મહમ્મદ અને મુસ્તફા દૌસા સાથે સ્મગલિંગમાં સામેલ હતો. અબૂ બકર વિરુદ્ધ વર્ષ ૧૯૯૭માં રેડ કોર્નર નોટિસ જાહેર થઈ હતી.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"





