જીઈએસી નામ સાથે બીટી કપાસના બીજનું વેચાણ કરો : મહારાષ્ટ સરકાર

0
24

મુંબઈ,તા.૨૯
મહારાષ્ટ સરકારે મૂળ બીટી કપાસ બીજ ઉત્પાદક કંપનીઓ અને તેની કો-માર્કેટિંગ કંપનીઓ માટે એક બ્રાન્ડ નામની સાથે બીટી કપાસના બીજાને વેચવા માટે ફરિજયાત બનાવ્યું છે, કારણ કે બજાર હેઠળ અલગ-અલગ બ્રાન્ડના નામો સાથે બીટી કપાસના વાવેતરને વેચી શકાય.
સમીક્ષા કર્યા પછી, સરકારે વર્ષ ૨૦૧૮ ના ખરીફ સિઝનમાં રાજ્યમાં ૪૨ કંપનીઓને માત્ર ૩૭૦ જાતો વેચવા માટેની મંજૂરી આપી છે. તેમજ વર્ષ ૨૦૧૭ ના ખરીફ પાક પર પિન્ક બોલવોર્મના વ્યાપક હુમલાથી ઉત્પાદન પર અસર જાવા મળી હતી,જ્યારે મહારાષ્ટમાં ૯૮ ટકા વિસ્તાર બીટી કપાસની જાતો હેઠળનો છે.
જો કે, સરકારેએ નોંધ્યું છે કે, કો-માર્કેટિંગ કંપનીઓ વિવિધ બ્રાન્ડના નામો હેઠળ બીટી કપાસનું વેચાણ કરે છે. ગયા વર્ષે ૪૦૨ મંજૂર થયેલ જાતોને ૬૨૪ બ્રાન્ડના નામો સાથે વેચાણ કર્યું હતું. આ અંગે ખેડૂતો વચ્ચે ગેરસમજ ઊભી કરવામાં આવી હતી,જેના કારણે હવે, રાજ્ય સરકારે નક્કી કર્યું છે કે, ખરીફ સીઝન ૨૦૧૮ માં જીઈએસી નામ સાથે બીટી કપાસના બીજનું વેચાણ કરવામાં આવશે
(જી.એન.એસ)

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY