લોસ એન્જેલસ,તા.૩૦
મોટાભાગે છૂટાછેડા પછી બાળકો પર અધિકારના મામલે વિવાદ થાય ત્યારે કોર્ટ નક્કી કરે છે કે તેમની દેખરેખની જવાબદારી પતિને સોંપવામાં આવે કે પત્નીને આપવામાં આવે.
આ રીતે અમેરિકાના કેલિફોર્નિયા પ્રાંતના ગવર્નરે છૂટાછેડા પછી પાળીતા જાનવરો જેમકે કૂતરા, બિલાડી કે અન્ય પ્રાણીઓને પોતાની પાસે રાખવાના અધિકાર અંગે છૂટાછેડા લેનારા યુગલ વચ્ચે થતા ઝઘડાનો ઉકેલ લાવવા સંબંધિત એક બિલ પર હસ્તાક્ષર કર્યા છે. આગામી વર્ષે જાન્યુઆરીથી આ કાયદો લાગુ પડશે.
આ કાયદો અમલી થયે એ જજને વિશેષાધિકાર પ્રાપ્ત થશે કે તે યુગલમાંથી પાળીતા પશુની દેખભાળની જવાબદારી કોને આપવામાં આવે. અત્યાર સુધી આવા કેસો જજની મુનસુફી પર ઉકેલવામાં આવતા હતા.
કેટલાક કેસોમાં જજ પાળીતા પશુને બંને માલિકો વચ્ચે રાખી દેતા હતા. પ્રાણી જેની પાસે જાય તેને તે સોંપી દેવામાં આવતું હતું. બે પાળેલા પશુ હોય તો યુગલમાં બંનેને એક એક પશુ આપી દેવાતું હતું.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"



