લગ્ન જોવડાવવાના બે દિવસ પહેલા યુવકે ગળાફાંસો ખાઇ આપઘાત કર્યો

0
7

રાજકોટ,તા.૧૦
રાજકોટ શહેરના યુવનિવર્સિટી રોડ ઉપરના પુષ્કરધામ હાઉસિંગ બોર્ડ ક્વાર્ટરમાં રહેતા ૨૧ વર્ષીય મેહૂલ લાભશંકરભાઇ કુકાવાએ પોતાના લગ્ન જાવડાવવાના બે દિવસપહેલા ઘરે પંખાના હુકમાં ઓઢળી નાખી આત્મહત્યા કરી લીધાની ઘટના બની છે.
મળતી માહિતી પ્રમાણે યુનિવર્સિટી રોડ ઉપરના પુષ્કરધામમાં રહેતા મેહુલ બે ભાઇમાં મોટો હતો. મોરબી રોડ ઉપર રહેતા જ્ઞાતિના પરિવારની યુવતી સાથે સગાઇ થઇ હતી.અને બે દિવસ બાદ લગ્ન જાવડાવવાના હતા. મેહુલ શુક્રવારે રાત્રે ઘરે આવ્યો હતો.
માતાએ જમવાનું પુછ્યું તો તેણે પોતે નાસ્તો કરીને આવ્યો છે નથી જમવું કહી પોતાના રૂમમાં ચાલ્યો ગયો હતો. બીજા દિવસે સવારે સમયસર નહીં જાગતા માતા જગાડવા ગઇ હતી. રૂમ બંધ હોવાથી પતિને બોલાવ્યા હતા. રૂમનો દરવાજા ખોલાવતા પુત્રનો દેહ લટકતો જાઇને બંને અવાચક બની ગયા હતા.
લગ્ન જાવડાવવાની કલાકોની જ વાર હતી. એ પહેલા આત્યાંતિક પગલું ભરૂ લેતા આવું કોઇ કારણ નથીને એ મુદ્દે મૃતકના પરિવારે આવો કોઇ પ્રશ્ન ન હોવાનું અને બંને પરિવાર તથા યુવતી પણ સગાઇ તથા લગ્ન અંગે રાજી જ હોવાનો ઉલ્લેખ કર્યો હતો.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY