સરદાર સાહેબના હાથમાં કાશ્મીરનો પ્રશ્ન હોત તો આજે પુલવામાં ન હોત આપણી બહેનો વિધવા ન થઈ હોત: મનિંદરજીતસિંહ બીટ્ટા
રાજપીપળા : ઓલ ઇન્ડિયા એન્ટી ટેરરિસ્ટ ફ્રન્ટના ચેરમેન મનિંદરજીતસિંહ બીટ્ટાએ સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાતે આવ્યા હતા જેમણે લોહ પુરુષની આ પ્રતિમા જોઈને ઘણી ખુશી વ્યક્ત કરી હતી. અને આ સ્થળે આવવાથી દેશ પ્રત્યે એક ઘમંડ આવે કે હું આવા વિરલ વ્યક્તિના દેશનો સપૂત છું, મનિંદરજીતસિંહ બીટ્ટા ની આ મુલાકાતને સરદાર વલ્લભભાઈ પટેલ રાષ્ટ્રીય એકતા ટ્રસ્ટ દ્વારા સુવિધા આપવામાં આવી હતી અને UDS ના અધિકારીઓ દ્વારા સ્ટેચ્યુ બતાવવામાં આવ્યું હતું.
ઓલ ઈન્ડિયા એન્ટી ટેરરિસ્ટ ફ્રન્ટના ચેરમેન મનિંદરજીતસિંહ બીટ્ટાએ જણાવ્યું હતું કે સ્ટેચ્યુ ઓફ યુનિટી પર નવી પેઢી આવે અને તેમના જીવન વિશે શીખીને જાય છે. સરદાર સાહેબે રાજાઓની ગુલામીમાંથી ભારતને મુક્ત કરાવ્યું હતું, આવી જ રીતે ભગતસિંહ, રાજગુરુ, સુખદેવ,મંગલ પાંડે, અસફાક ઉલ્લા ખાન,તાત્યા ટોપે અને આઝાદીનો ઇતિહાસ નવી પેઢી સામે મુકવામાં આવે તો આપણું રાષ્ટ્ર અત્યારે ક્યાં હોત. સરદાર સાહેબના હાથમાં કાશ્મીર નો પ્રશ્ન હોત તો આજે પુલવામાં ન હોત આપણી બહેનો વિધવા ન થઈ હોત. સરદાર સાહેબને ખુલ્લી છૂટ અપાઈ હોત તો કાશ્મીર તો ઠીક પાકિસ્તાન અધિકૃત કાશ્મીર પણ આપણું હોત તેવી વાત કહી જે લોકો સરદાર સાહેબની પ્રતિમા પર સવાલ ઉઠાવનાર પર વરસી પડયા હતા અને કહ્યું હતું કે દુરથી સવાલ ઉઠાવતા પહેલા અહીંયા આવીને તેમની પ્રેરણા જુવો પ્રથમ રાષ્ટ્રની પ્રેરણા મળે છે.
વધુમાં બીટ્ટાએ જણાવ્યું હતું કે આપણા 46 સૈનિકો શહીદ થયા આપણે પાકિસ્તાનમાં ઘૂસીને આતંકવાદીઓનો સફાયો કરીને જીવતા શહીદ થઈને સૈનિકો પાછા આવે છે આને કહેવાય આજનું હિન્દુસ્તાન, 1965 નું ભારત અને આજનું ભારત આજે આતંકવાદની વિરુદ્ધમાં લડત આપવા ભારત તૈયાર છે તેવી વાત કરી હતી.
ચીફ રિપોર્ટર,નર્મદા,ભરત શાહ,મો.નં.9408975050
"વંદે માતરમ ,ભારત માતાકી જય"




