હોસ્પિટલની બેદરકારીથી કેન્સરગ્રસ્ત યુવાને ઈચ્છામૃત્યુની માંગ કરી

0
9

રાજકોટ,તા.૧૨
સ્ટ‹લગ હોસ્પિટલમાં ઓપરેશન કરાવ્યાનાં એક જ માસમાં તે જ જગ્યાએ ફરી કેન્સરનો ભોગ બનેલા યુવાને સ્ટ‹લગ હોસ્પિટલ સામે કાયદાકીય કાર્યવાહી આરંભી છે અને વકીલ મારફત નોટિસ પણ ફટકારી છે. કોઇ જવાબ ન આવતા અને જિંદગી દુઃસ્વર લાગતા હવે ઈચ્છા મૃત્યુનો માર્ગ તેણે અપનાવવાનું વિચાર્યું છે. આ યુવાને રાષ્ટ્રપતિને ઉદ્દેશીને કલેક્ટરને રજૂઆત કરવા તેના ભાઈને મોકલ્યો હતો. ત્યારે અધિક કલેક્ટરે સમજાવીને મોકલ્યા છતાં ન માને તો અરજી સ્વીકારવાની હા પાડી હતી.
૩૫ વર્ષના દિનેશભાઈ મહિડાને મોઢાનું કેન્સર હતું. સ્ટર્લિંગ હોસ્પિટલમાં ઓપરેશન કરાવ્યું અને બીજા જ મહિને ફરી ગાંઠ થઇ. ડોક્ટરે રિપોર્ટ કરાવી ઈન્ફેક્શન હોવાનું કહ્યું, જો કે તબિયત લથડતાં તે જ રિપોર્ટ અન્ય ડોક્ટરને બતાવતા ફરી કેન્સર હોવાનું ખુલ્યું હતું. હોસ્પિટલની બેદરકારીને કારણે કેન્સર થયાનો આક્ષેપ કરીને સ્ટ‹લગને નોટિસ પણ પાઠવાઈ હતી. આ બાબતને ૧૧ મહિના વીતી ગયા છે હવે બીજા કેન્સરને લીધે તેના મોઢાની બધી ચામડી ઉતરી ગઇ છે અને સરકારી કેન્સર હોસ્પિટલે પણ શેક કે ઓપરેશન શક્ય ન હોવાનું કહ્યું છે. જેથી યુવાનની જિંદગી દુઃસ્વર લાગતા ઈચ્છામૃત્યુ માટે અરજી લખી હતી.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY