મદ્રાસ,તા.૧૨
મદ્રાસ હાઇકોર્ટે કહ્યું છે કે, ભ્રષ્ટાચાર કેન્સરની જેમ ફેલાય રહ્યો છે. કોર્ટે તામિલનાડુના સતર્કતા અધિકારીઓને એવા કાર્યાલયો પર દરોડા પાડવા કહ્યું છે જ્યાં કાનુની ઉત્તરાધિકારી પ્રમાણપત્ર જેવા દસ્તાવેજ માટે પણ લાંચ માંગવામાં આવતી હોય.
કોર્ટે પોતાની આદેશમાં કહ્યું છે કે, આપણા મહાન દેશમાં ભ્રષ્ટાચાર કેન્સરની જેમ ફેલાય રહ્યો છે. સામાન્ય માણસ સરકારી ઓફિસો અને સરકારી કર્મચારીઓ દ્વારા જે રીતે લાંચ માંગવામાં આવે છે તેનાથી હતાશ છે.
તેમણે કહ્યું હતું કે, ન્યાયાલયો સહિત બધા ઉચ્ચ અધિકારીઓએ વર્તમાન સ્થિતિને ગંભીરતાથી લેવી જોઇએ અને યોગ્ય રીતે મામલાનો ઉકેલ લાવવો જોઇએ. તેમણે એક વિશેષ સરપંચની અરજીને ફગાવતા આ ટિપ્પણી કરી હતી.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"




