જાહેરમાર્ગો પર રંગ ઉડાવશો તો ખેર નથી, કાયદેસરની કાર્યવાહી કરાશે

0
4

રાજકોટ,તા.૧૫
હોળી-ધુળેટીનાં તહેવારને લઈને રાજકોટ પોલીસ કમિશનરે જાહેરનામુ બહાર પાડ્યું છે. જે મુજબ જાહેર રસ્તા પર તૈલી પદાર્થ ફેંકવા, એકબીજા પર કાદવ કે કોરા રંગ ઉડાવવા પર પ્રતિબંધ મુકિયો છે. જા કોઈ આવી પ્રવૃતિ કરતા પકડાશે તો તેના વિરૂદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. જાહેરનામા મુજબ ૨૦ માર્ચથી ૨૨ માર્ચ સુધી આવી પ્રવૃતિ ન કરવા નિવેદન કર્યું છે.
જાહેરનામા પ્રમાણે રસ્તા પર આવતા-જતાં લોકો પર કોરા રંગ, કાદવ કે તૈલી પદાર્થ ન ફેંકવો, જાહેર રસ્તા પર દોડાદોડી ન કરવી, અન્ય કોમની લાગણી દુભાય તેવી રીતનું વર્તન ન કરવું, જાહેર માર્ગો પર ટ્રાફિકને અડચણરૂપ ન થવું, કોઈને જાનહાની થાય તેવી પ્રવૃતિ ન કરવી, વાહન વ્યવહારના નિયમોનું પાલન કરવું.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY