૧.૭૦ લાખ ન આપતા ચાર મિત્રોએ જ મિત્રનું કાસળ કાઢી નાખ્યું

0
6

રાજકોટ,તા.૧૫
રાજકોટ-મોરબી હાઇવે પર માધવન પાર્ટી પ્લોટમાં બે દિવસ પૂર્વે યુવકની થયેલી હત્યાનો ભેદ પોલીસે ઉકેલી નાખ્યો છે. મંડપ સર્વિસના ધંધામાં સાથે કામ કરતા ચાર મિત્રોએ જ મિત્રની હત્યા કરી હતી. ૧.૭૦ લાખ લેવાના હોય જે ન આપતા ચાર મિત્રોએ મિત્રની હત્યા કરી હતી. પોલીસે રાજસ્થાનના બાંસવાડા જિલ્લા ખાતેથી ચારેય શખ્સોને દબોચી લીધા છે.
હત્યા કરનાર આરોપીમાં વિનોદ ઉર્ફે દિનેશ ડીંડોર, લક્ષ્મણ ઉર્ફે લખો ગરાસીયા, કાળુભાઈ ચનળા અને શૈલેશ ઉર્ફે શૈલો ડીંડોરનો સમાવેશ થાય છે. આ તમામ આરોપીઓ રાજસ્થાનના બાંસવાડા જિલ્લાના વતની છે. રાજકોટ મોરબી હાઇવે પર માધવન પાર્ટી પ્લોટમાં મંડપ સર્વિસનું કામ કરતા આ શખ્સો દ્વારા સાથી કર્મચારી મિત્ર અને ભાગીદાર મહેશ ઓળકિયાને બે દિવસ પૂર્વે રાત્રીના સમયે માર મારી હત્યા નીપજાવી હતી અને બાદમાં પીલોર સાથે બાંધી દેવામાં આવ્યો હતો. બાદમાં ચારેય આરોપી રાજસ્થાન પોતાના વતન તરફ નાસી ગયા હતા. આરોપીઓ પોતાના વતન તરફ ગયા હોવાની માહીતીના આધારે પોલીસે તપાસ શરૂ કરી હતી અને આરોપીઓને દબોચી લીધા હતા.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY