‘કલંક’ ફિલ્મનું નવુ પોસ્ટર રિલીઝ

0
5

મુંબઈ,તા.૧૫
ખંજન પડતા ગાલ અને સુંદર અભિનેત્રી આલિયા ભટ્ટનો શુક્રવારે ૨૬મો જન્મદિવસ હતો. આ દિવસને ખાસ બનાવવા ફિલ્મમેકર કરણ જાહરે ખાસ ભેટ આપી છે. ફિલ્મ કલંકમાં આલિયા ભટ્ટનો બીજા લુક પોસ્ટર રિલીઝ કર્યુ હતુ. પીરિયડ ડ્રામા મૂવીમાં એકટ્રેસ ‘રૂપ’નો રોલ નિભાવશે. તસવીરમાં આલિયા ભટ્ટ ખુબજ સુંદર લાગી રહી છે.
એકટ્રેસનું આ પોસ્ટર શેર કરતા કરણે કેપ્શનમાં લખ્યુ કે સાહસને ક્યારેય આ રીતે ખુબસુરત નથી જોઈ, મળો કલંકની રૂપને.
વરૂણ અને આલિયાની સાથે સૌથી આકર્ષણ જમાવ્યુ છે સંજય દત્ત, માધુરી દિક્ષીતે. ફિલ્મમાં સોનાક્ષી સિન્હા પણ મહત્વની ભૂમિકા નિભાવી રહી છે. કલંક ફિલ્મ ૧૭ એપ્રીલે રિલીઝ થવાની છે. કલંક ફિલ્મને અભિષેક વર્મને ડાયરેક્ટ કરી છે. આ ફિલ્મ કરણ જોહરનું ડ્રીમ પ્રોજેક્ટ છે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY