૧૩ વર્ષની સગીરાનું અપહરણ કરી દુષ્કર્મ આચરતા ખળભળાટ

0
15

રાજકોટ,તા.૨૭
ગોંડલના શ્રીનાથગઢ ગામનો એક પ્રફુલ મગનભાઈ ખાખરીયા નામના શખ્સે સગીરાને મોટરસાયકલ પર બેસાડી તેનું અપહરણ કરીને લઈ ગયો હતો. જે બાદ સગીરા પર દુષ્કર્મ આચર્યું હતું અને બીજા દિવસે શિશક ગામના રોડ પર મૂકીને ફરાર થઈ ગયો હતો. હાલ આ સમગ્ર મામલે પોલીસ ફરિયાદ નોંધાઈ છે. જેથી પોલીસ સમગ્ર મામલે તપાસ કરી રહી છે.
મળતી માહિતી અનુપસાર શ્રીનાથગઢ ગામની ૧૩ વર્ષની સગીરાને ગામનો જ પ્રફુલ મગનભાઈ ખાખરીયા નામનો શખ્સ મોટરસાઇકલ પર બેસાડી અપહરણ કરી પોતાના ખેતરે લઇ ગયેલ હતો અને દુષ્કર્મ આચરી શિશક રોડ પર મૂકી નાસી ગયેલ હતો. સગીરાના પિતાએ જણાવ્યું હતું કે ૧૩ વર્ષની પુત્રી અચાનક ગુમ થઈ જતા તેની શોધખોળ આદરી હતી અને બીજા દિવસે શિશક રોડ પર અસ્તવ્યસ્ત હાલતમાં મળી આવી હતી. ઘટના અંગે તેની માતાએ તેને પૂછતાં તેની સાથે દુષ્કર્મ થયું હોવાનું જણાવ્યું હતું. પોલીસે ફરિયાદની ગણતરીની કલાકોમાં જ પીએસઆઇ એવી જાડેજા તથા સ્ટાફે આરોપી પ્રફુલ તેમજ આ ગુનામાં મદદગારી કરનાર તેનો મિત્ર ભીખા તુલસીભાઈ રાણપરીયાને પકડી પાડી કાર્યવાહી હાથ ધરી હતી.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY