રાજકોટ,તા.૨૭
જામકંડોરણાના ધોળીધારની સોનલ સાડમિયા (ઉ.વ.૨૬)એ રાજકોટ કુવાડવા રોડ પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં આરોપી તરીકે પતિ કાળુ હમીર સાડમીયા, ચના હમીર, હમીર અને વિપુલના નામ આપ્યા હતા. સોનલે પોલીસ ફરિયાદમાં જણાવ્યું હતું કે, તેનું પિયર કાલમેઘડા છે. દોઢેક વર્ષ પૂર્વે પોતે જેતપુરમાં પરિવાર સાથે મજૂરી કામ કરતી હતી. ત્યારે ત્યાં પરિવાર સાથે મજૂરીએ આવેલા ધોળીધારના પરિણીત કાળુ સાડમીયા સાથે આંખ મળ્યા બાદ બંને વચ્ચે પ્રેમપાંગર્યો હતો અને બંનેએ ભાગીને મંદિરમાં ગાંધર્વ લગ્ન કર્યા હતા ત્યારબાદ બંને પતિ-પત્ની તરીકે રહેતા હતા.
હોળીના તહેવાર પર પતિ કાળુએ ધોળીધાર જવાનું કહેતા પોતે પણ તૈયાર થયા હતા અને હોળીના દિવસે બંને માલિયાસણ ચોકડીએ પહોંચ્યા હતાં. ત્યારે સસરા હમીર, દિયર ચના અને નણદોયા વિપુલ કારમાં ધસી આવ્યા હતા અને બળજબરીથી કારમાં બેસાડી ધોળીધાર લઇ ગયા હતા. ધોળીધાર પહોંચ્યા બાદ પતિ કાળુએ દગો દીધો હતો અને તે પણ પરિવારજનો સાથે મળી મારકૂટ કરતો હતો. પતિ કાળુએ કહ્યું કે તું ગમતી નથી અને પાછી આવીશ તો મારી નાખીશ તેવી ધમકી આપી કાતરથી વાળ કાપી નાખી ઘરમાંથી કાઢી મુકી હતી. સોનલની ફરિયાદ પરથી પોલીસે ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી કરી હતી.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"




