લંપટ શિક્ષકો અને ફી વધારાના વિરોધમાં વાલીઓનો હોબાળો, ધરણા પર બેઠા

0
6

રાજકોટ,તા.૧૦
એલ.જી. ધોળકિયા સ્કૂલના બે શિક્ષકો રજની કુનપરા અને કિશન જે. પેઢડિયાએ મોંઘી કિંમતનો મોબાઇલ શાળામાં અભ્યાસ કરતા એક સ્ટુડન્ટને લઇ દીધો હતો. જેમાં શિક્ષકો બીભત્સ મેસેજ પણ મોકલતા હતા. આ ઉપરાંત તેમનું શોષણ પણ થતું હોવાની ચર્ચા થઇ રહી છે. વાલીઓએ ધોળકિયા સ્કૂલના સંચાલકો જીતુ ધોળકિયાની ચેમ્બરમાં જ શિક્ષક રજની અને કિશનને માર માર્યો હતો. બાદમાં સંચાલકે બંને શિક્ષકોને પાણીચુ પકડાવી દીધું હતું આજે આ લંપટ શિક્ષકો અને ફી વધારાને લઇ એનએસયુઆઇએ સ્કૂલ ખાતે હોબાળો મચાવ્યો હતો.
લંપટ શિક્ષકોના વિરોધમાં સ્કૂલ ખાતે મોટી સંખ્યામાં વાલીઓ અને એનએસયુઆઇના કાર્યકરો ઉમટી પડ્યા હતા. વાલીઓએ સ્કૂલના પટાંગણમાં જ ધરણા પર બેસી રામધૂન બોલાવી હતી.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY