સાવધાન..!! આજી ડેમમાં કચરો ફેંકશો કે વાહનો ધોશો તો દંડ થશે

0
6

રાજકોટ,તા.૧૧
રાજકોટ શહેરમાં વસતા લોકો માટે પીવાના પાણીના સ્રોત પૈકી એક એવા આજી-૧ ડેમમાં કચરો ફેંકતા કે વાહનો ધોઈને જળ પ્રદૂષિત કરનારા લોકો વિરૂદ્ધ દંડાત્મક કાર્યવાહી કરવામાં આવશે.
મ્યુનિસિપલ કમિશનર બંછાનિધિ પાનીએ એમ જણાવ્યું હતું કે, રાજકોટ મહાનગરપાલિકા દ્વારા નાગરિકોને પીવાનું શુદ્ધ પાણી મળી રહે તે માટે આવશ્યક તમામ પગલાંઓ લેવામાં આવી રહયા છે.
જાકે આમછતાં જળાશયોમાં કે વોંકળાઓમાં અને સ્ટોર્મ વોટર ડ્રેઈનમાં કોઈ કોઈ લોકો કચરો ફેંકતા હોવાની હકિકત ધ્યાનમાં આવતા આ મામલે સત્વરે કડક કાર્યવાહી કરવામાં આવશે.
વધુમાં તેમણે કહ્યું કે, હવે જળાશયમાં કચરો ફેંકતા કે વાહનો ધોઈને પાણી પ્રદૂષિત કરનારા લોકો પાસેથી રૂ. ૨૦૦/- નો વહીવટી ચાર્જ વસૂલ કરવામાં આવશે. આ ઉપરાંત વોંકળા કે સ્ટોર્મ વોટર ડ્રેઈનમાં કચરો ફેંકી જળ પ્રવાહનો રસ્તો અવરોધતા લોકો પાસેથી પણ રૂ. ૨૦૦/-નો વહીવટી ચાર્જ વસૂલ કરવામાં આવશે.
કમિશનરે જાહેર જનતા જાગ એક અપીલમાં એમ કહ્યું હતું કે, શહેરના જળાશયો એ જાહેર જનતાનાં સ્વાસ્થ્ય સાથે સીધીરીતે સંકળાયેલ સંવેદનશીલ સુવિધા છે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY