ઠાકોર સેનાનો એક જ સૂર : ‘કોંગ્રેસ કે ભાજપ કોઈને સમર્થન નહીં’

0
13

પાટણ,તા.૧૧
અલ્પેશ ઠાકોર દ્વારા કોંગ્રેસમાંથી રાજીનામું આપી દેવાયા બાદ ઠાકોર સેનામાં પણ આંતરિક રાજકારણ ગરમાઈ ગયું છે. પાટણ જિલ્લાની ઠાકોર સેનાના કાર્યકરો અને હોદ્દારોની ગુરૂવારે શહેરની એક હોટલમાં વિશેષ મીટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું. આ બેઠકમાં ઠાકોર સેનાને રાજકારણથી દૂર રાખવાનો નિર્ણય લેવાયો છે. મીટિંગમાં નક્કી કરાયું છે કે, ઠાકોર સેના ભાજપ કે કોંગ્રેસ કોઈ પણ પક્ષને સમર્થન આપશે નહીં.
પાટણની એક હોટલમાં યોજાયેલી બેઠકમાં જિલ્લા તાલુકા અને ગ્રામ્ય સમિતીના ઠાકોર સેનાના હોદ્દેદારો, ઠાકોર સેનાના કાર્યકરો અને જિલ્લાના અગ્રણીઓ હાજર રહ્યા હતા. આ બેઠકમાં સર્વસંમતિથી નિર્ણય લેવાયો કે, “ઠાકોર સમાજ સ્વતંત્ર છે અને તેમને જ્યાં મત આપવો હોય તે આપી શકે છે. પાટણ જિલ્લાની ઠાકોર સેનાનું કોંગ્રેસ કે ભાજપ કોઈ પણ પક્ષને સમર્થન નથી. ઠાકોર સેના માત્ર ઠાકોર સેનાનું જ કામ કરશે, માત્ર સમાજનું કામ કરશે અને રાજકારણથી અલિપ્ત રહેશે.”

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY