કોંગ્રેસના કાર્યકરનો ભાઇ જુગાર રમતો ઝડપાતા પોલીસે ઢોર માર માર્યો

0
8

રાજકોટ,તા.૧૧
રાજકોટમાં ચૂંટણીનો માહોલ ગરમાયો છે. વીંછિયા તાલુકાના કોંગ્રેસના કાર્યકરનો ભાઇ જુગારમાં ઝડપાતા પોલીસ દ્વારા તેને ઢોર માર મારવામાં આવ્યો હોવાનો રાજકોટ લોકસભાના કોંગ્રેસના ઉમેદવાર લલિત કગથરા કર્યો છે. ઇજાગ્રસ્ત હાલતમાં કાર્યકરના ભાઇને રાજકોટ સિવિલ હોસ્પિટલ ખસેડાતા કગથરા હોસ્પિદોડી ગયા હતા. સાથે મોટી સંખ્યામાં કોંગ્રેસના કાર્યકરો પણ દોડી ગયા હતા.
લલિત કગથરાએ આક્ષેપ કરતા જણાવ્યું હતું કે, કોંગ્રેસના ઉમેદવાર ચૂંટણીમાં પ્રચારમાં જાય તો આઇબી જાસુસી કરે છે. રાજકોટ પોલીસ કમિશનરને રજૂઆત કરાતા તેણે જણાવ્યું હતું કે મારા કંટ્રોલમાં ન આવે. ઉમેદવાર અને કાર્યકરો બેઠક કરે તેના રિપોર્ટ આઇબી ભાજપને કરે છે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY