રાજપીપળાના ગોડાઉન માંથી આનાજ આવે છે તેમાં 4 થી 5 કિલો ઘટ આવે છે તો શુ ગોડાઉમાંથી કાઢી લેવામાં આવે છે કે પછી રાજ્યમાં થી ઓછું આવે છે .? મનસુખભાઈ વસાવા

0
129

રાજપીપલા :
નર્મદા જિલ્લામાં શનિવારે જિલ્લા સંકલન બેઠક યોજાઈ જેમાં જિલ્લામાં ગંભીર કહી શકાય એવા  પાણી નો મુદ્દો, શિક્ષણ, રસ્તા,અને વીજળી નો પ્રશ્નો ઉછળ્યો જેમાં ખાસ સસ્તા આનાજનો જથ્થો ગ્રાહકો સુધી બરોબર ના પહોંચતો હોવાનો, ગોડાઉન માંથી આનાજ બરોબર અને પૂરતું ના મળતું હોવાની સાથે મધ્યાહન ભોજન માં સડેલા અનાજનો ઉપયોગ કરી સંચાલકો અને તંત્ર બાળકોના ભવિષ્ય સાથે ચેડાં કરે છે એમ કહી આમ કોઈપણ રીતે નહિ ચાલે નું સાંસદ મનસુખ વસાવા પુરવઠા અધિકારીને જણાવ્યુ હતું. જોકે ધારાસભ્ય મહેશ વસાવા અને સાંસદ મનસુખવસાવા એ તમામ પ્રશ્નો નો વહેલી તકે ઉકેલ લાવવા તાકીદ કરી હતી. 

રાજપીપલા જિલ્લા પંચાયત ભવન ખાતે નર્મદા જિલ્લા સંકલન બેઠક જિલ્લા વિકાસ આધિકારી એચ જી ધાકરે ના આધ્યક્ષ પદે મળી હતી. જેમાં સાંસદ મનસુખ વસાવા, ધારાસભ્ય નો સૌથી મહત્વનો પ્રશ્ન એવો કે જિલ્લામાં સસ્તાનાજની દુકાન માં દુકાનદારો તંત્ર ની બેદરકારી થી બેફામ થઇ ગયા છે અને ગ્રાહકોને આનાજ પૂરતું મળતું નથી એટલું જ નહિ જે રાજપીપળાના ગોડાઉન માંથી આનાજ આવે છે તેમાં 4 થી 5 કિલો ઘટ આવે છે તો શુ ગોડાઉમાંથી કાઢી લેવામાં આવે છે કે પછી રાજ્યમાં થી ઓછું આવે છે અને એકદમ હલકી ગુણવત્તા હોય તો પછી પુરવઠા વિભાગ શું જુવે છે, ગોટાઉન મેનેજર શું જુવે છે, કેમ આ પ્રશ્નો સામે એકશન નથી લેતા આ તમામ બાબતો સાંસદ મનસુખ વસાવા અને ધારાસભ્ય ડેડીયાપાડા મહેશ વસાવા એ રજુ કરી ત્યારે જિલ્લા પોલીસ વડા મહેન્દ્ર બગડિયા, નાયબ વન સંરક્ષક ડો.કે શશીકુમાર, આર.એ.સી ડી.કે.બારીઆ, સહીત જિલ્લાના તમામ શાખાના આધિકારીઓ  હાજર રહ્યા હતા. 
સાંસદ મનસુખ વસાવા એ જણાવ્યું હતું કે આજે મધ્યાહન ભોજન યોજનામાં જે નાના બાળકો ભોજન કરે છે જે સળેલા આનાજ થી સંચાલકો બનાવે છે જેમાં ગુણવત્તા જળવાતી નથી એટલું જ નહિ સસ્તા અનાજની દુકાનો ના સંચાલકો ગ્રાહકોને પૂરતું આનાજ આપતા નથી અને ગોડાઉન માંથી પણ આનાજ ઘટ આવતું હોવાની ફરિયાદો લોકો કરે છે ત્યારે પુરવઠા વિભાગ ધ્યાન આપે અને જે ગેરરીતિ કરે તેનું લાયસન્સ રદ કરો કર્મચારીઓ પણ નાણાં ઉઘરાવતા હોવાની ફરિયાદો ઉઠી છે જેના પર એક્શન લેવાની વાત તેમને  કરી હતી.
જયારે ધારાસભ્ય મહેશ વસાવા એ જણાવ્યું હતું કે ડેડીયાપાડા માં હેન્ડપંપો બંધ છે પાણી માટે લોકો વલખા મારે છે સાથે આજે આઝાદીને 70 વર્ષો વીત્યા છતાં ડેડીયાપાડા સાગબારા સહીત  નર્મદા ના કેટલાય આદિવાસી ગામો છે જ્યા વીજળી નથી રસ્તા નથી શિક્ષણ ની આરોગ્યની સુવિધા નથી જે બાબતે સંકલન માં પ્રશ્ન પર રજુઆતે તાત્કાલિક પગલાં ભરવા સૂચન કર્યું છે. 

રિપોર્ટર – નર્મદા ,ભરત શાહ

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY