ભાજપા ઓફિસે ટી શર્ટ લેવા મુદ્દે નેતા-કાર્યકરોમાં મારામારી

0
2

રાજકોટ,તા.૨૨
વોર્ડ નં.૧૩માં સ્વામિનારાયણ ચોક ખાતે ભાજપનું કાર્યાલય ખોલવામાં આવેલું છે. રવિવારે સાંજે સાતેક વાગ્યાના અરસામાં સંજય ગોસ્વામી અને જયપાલભાઈ રાઠોડ નામના બે કાર્યકરો પાર્ટીના સિમ્બોલવાળા ટી-શર્ટ લેવા માટે આવ્યા હતા. એ સમયે કોર્પોરેટર નીતિન રામાણી કાર્યાલયમાં હાજર હતા. ‘ટી-શર્ટ નહીં મળે’ તેવો જવાબ રામાણીએ આપતા બન્ને કાર્યકરોએ દલિલ કરી હતી. તેનાથી ઉશ્કેરાઈ ગયેલા નીતિન રામાણીએ સંજય ગોસ્વામીને ફડાકા જ્યારે જયપાલભાઈ રાઠોડને ધોકો ફટકારી દીધો હતો.
સરાજાહેર આ અપમાન થયા બાદ કાર્યકર સંજય ગોસ્વામી અને જયપાલભાઈ રાઠોડે કાર્યાલયની બહાર જ ઉભા રહીને એવો બળાકો કાઢ્યો હતો કે, પાર્ટી માટે અમે કંઈક કરવાનું બાકી નથી રાખ્યું. પત્રિકા વિતરણથી માંડી પાર્ટીએ જે કામ સોંપ્યું તે તમામ કામ કર્યું છતાં આ રીતે અમારી સાથે થયેલા વર્તનથી ઉંડું દુઃખ થયું છે. જો કે થોડીવાર બાદ બંને કાર્યકરે ફરી કાર્યાલયે જઇને રામાણીને ફડાકા માર્યા હોવાની વાતો પણ ઉઠવા પામી હતી.
કાર્યકરોને ફડાકા માર્યાની ઘટના અંગે નીતિન રામાણીને પૂછવામાં આવતા તેમણે એવો બચાવ કર્યો હતો કે સંજય ગોસ્વામી અને જયપાલ રાઠોડ બન્ને કાર્યકર અસ્થિર મગજના છે. કાર્યાલયે એલ-ફેલ શબ્દો બોલતા હોય તેને ટપારવા જતા બન્નેએ માથાકુટ કરી હતી.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY