એનિમલ હોસ્ટેલમાં પશુઓની હાલત ખૂબ જ દયનીય, અવેડામાં બેસી માલધારીઓના ધરણાં

0
39

રાજકોટ,તા.૨૭
રાજકોટ મ્યુનિ. કોર્પોરેશન સંચાલિત એનિમલ હોસ્ટેલમાં પશુઓની હાલત ખૂબ જ દયનીય છે. આ એનિમલ હોસ્ટેલમાં બે હજારથી પણ વધુ પશુઓ છે. પરંતુ આ તમામ પશુઓને પીવા માટે ગંદુ પાણી આપવામાં આવી રહ્યું છે. આ સાથે જ ૪૩ ડિગ્રી તાપમાનમાં પણ પશુઓ માટે કોઈ છાંયડાની વ્યવસ્થા કરવામાં આવી નથી.
ગૌભક્તિની વાતો કરતાં મ્યુનિ. ભાજપના શાસનમાં ગાયો સહિતના પશુઓ જ્યાં રહે છે, એ એનિમલ હોસ્ટેલ પ્રત્યે કોઈ ધ્યાન અપાતું નથી. આથી પશુઓની હાલાકી તરફ તંત્રનું ધ્યાન દોરવા શનિવારે માલધારીઓ અવેડામાં ધરણાં પર બેઠા છે. એક બાજુ મનપા એનિમલ હોસ્ટેલ પાછળ દર વર્ષે લાખો રૂપિયાનો ખર્ચ કરે છે અને બીજી બાજુ ગંદુ પાણી અને ઉનાળામાં છાંયડાના અભાવે કોઈ વ્યવસ્થા કરવામાં આવી ન હોવાથી અનેક ગાયોના મૃત્યુ થઈ રહ્યાં છે. જેથી માલધારીઓ પાણીના અવેડામાં ધરણા પર બેઠા છે અને સુવિધાના અભાવે માલધારીઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY